ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7,727 દર્દીઓએ કોરોનાને આપી માત - કોવિડ-19

રાજ્યમાં છેલ્લાં 24 કલાકની અંદર કોરોના વાઇરસના નવા 14,340 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજદિન સુધી સૌથી વધુ 158 જેટલા મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7,727 દર્દીઓએ કોરોનાને આપી માત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7,727 દર્દીઓએ કોરોનાને આપી માત

By

Published : Apr 26, 2021, 9:29 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • છેલ્લા 24 કલાકમાં 14,340 પોઝીટીવ કેસ નોંધાયા
  • 7,727 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 158 દર્દીઓના મોત નિપજ્યા
  • સૌથી વધુ મોત અમદાવાદમાં 26 દર્દીના મોત નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની અંદર 14,340 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે આજદિન સુધી સૌથી વધુ 158 જેટલા મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 158 દર્દીઓના મોત નિપજ્યા

આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાના નવા 14,296 કેસ નોંધાયા, 157ના થયા મોત

અમદાવાદમાં કોરોના બેકાબૂ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,619 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1,760 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 26 જેટલા નોંધાયા છે. જ્યારે સુરતમાં 1,472, રાજકોટમાં 546 અને બરોડામાં 528 પોઝિટિવ કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 14,340 પોઝીટીવ કેસ નોંધાયા

રાજ્યમાં આજે સોમવારે આટલા નાગરિકોનું થયું રસીકરણ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે સોમવારે કુલ 1,59,093 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે આજે 64,571 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 83,135 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 1,14,54,629ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 74.93 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,82,426 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,804 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,21,461 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 412 વેન્ટિલેટર પર અને 1,21,049 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 6,486 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details