ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના 1400 ડૉકટર્સને કોવિડ ટેસ્ટ કરવા માટેની પરવાનગી અપાઈ - નાયબ સીએમ

રાજ્યમાં કોરોના વાઇરસ ટેસ્ટિંગ માટે અનેક આક્ષેપો રાજ્ય સરકાર પણ થયાં છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ફક્ત અમદાવાદમાં જ ખાનગી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ ખાનગી લેબોરેટરી અને સરકારી લેબમાં કોવિડ-19ના ટેસ્ટ કરી શકે તેની મંજૂરી આપી છે.

ડૉકટર્સ
ડૉકટર્સ

By

Published : Jun 11, 2020, 7:17 PM IST

ગાંધીનગર : આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શંકાસ્પદ કેસ નહીં લઈને ટેસ્ટિંગ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના 1400 જેટલા ખાનગી ડૉક્ટર્સ અને શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટિંગ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ ડૉક્ટર્સ પોતાના પ્રિસ્ક્રિપ્શન પર ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવાની પરવાનગી આપશે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈ-મેલ દ્વારા ટેસ્ટિંગની જાણ કરવાની રહેશે.

અમદાવાદના 1400 ડૉકટરને કોવિડ ટેસ્ટ કરવા માટેની પરવાનગી અપાઈ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ કેસના 70 ટકા જેટલા કેસ ફક્ત અમદાવાદ શહેરમાં જ છે. જેથી અમદાવાદ શહેરમાં શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટિંગ નથી થતાં. આ આક્ષેપ પણ અનેક વખત સરકાર પર લાગ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાનગી ડૉક્ટર્સને ખાસ જવાબદારી સોંપીને ટેસ્ટિંગનું પ્રમાણ વધારવાની પણ સરકારે તૈયારી બતાવી છે.

ABOUT THE AUTHOR

...view details