ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમા કોરોનાનાં નવા 1390 પોઝિટિવ કેસ, 1372 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ સંખ્યા 1,37,394 - ગુજરાત કોરોના અપડેટ

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના કેસના આંકડા પર નજર કરવામાં આવે તો નવા 1390 કેસ નોંધાયા છે. જ્યારે 1372 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 11 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,37,394 થઈ ચૂકી છે.

રાજ્યમા કોરોનાનાં નવા 1390 કેસ, 1372 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ કેસ 137394
રાજ્યમા કોરોનાનાં નવા 1390 કેસ, 1372 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ કેસ 137394

By

Published : Sep 30, 2020, 8:01 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1390 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 11 દર્દીના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,37,394 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. આજે 1372 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

રાજ્યમા કોરોનાનાં નવા 1390 કેસ, 1372 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ કેસ 137394


ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 180, અમદાવાદ કોર્પોરેશન-179, રાજકોટ કોર્પોરેશન-105, સુરત-118, વડોદરા કોર્પોરેશન-92, જામનગર કોર્પોરેશન-68, બનાસકાંઠા-37, પંચમહાલ-32, અમરેલી-30, પાટણ-30, ગાંધીનગર કોર્પોરેશન-26, ભાવનગર કોર્પોરેશન-25, ભરૂચ-24, જામનગર-24, કચ્છ-24, મોરબી-24, સુરેન્દ્રનગર-24, જુનાગઢ-19, અમદાવાદ-18, ભાવનગર-18, જુનાગઢ કોર્પોરેશન-16, સાબરકાંઠા-16, ગાંધીનગર-15, મહીસાગર-15, ગીર સોમનાથ-14, ખેડા-11, તાપી-11, આણંદ-10, દેવભૂમિ દ્વારકા-10, દાહોદ-8, નવસારી-7, પોરબંદર-7, બોટાદ-6, છોટાઉદેપુર-5, નર્મદા-5, અરવલ્લી-3, ડાંગ-3 અને વલસાડમાં 3 કેસ સામે આવ્યા છે.

આ ઉપરાંત 86 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3453 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 36848 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 180 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 118 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 298 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details