- 5,618 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 142 દર્દીઓના મોત નિપજ્યા
- સૌથી વધુ મોત અમદાવાદ શહેરમાં 21 દર્દીના મોત નોંધાયા
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી પેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 13,804 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે આજદિન સુધી સૌથી વધુ 142 જેટલા દુઃખદ મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના બેકાબૂ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,618 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1,248 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 21 જેટલા નોંધાયા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 12 હજારથી વધુ કેસ, 125 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા