ગુજરાત

gujarat

ETV Bharat / city

છેલ્લા 2 વર્ષમાં સિક ન્યુબોર્ન કેર યુનિટમાં 13,496 બાળકોના મોત

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 1 લાખથી વધારે બાળકોને સિક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 13,496 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, રોજ ૧૮ થી વધુ બાળકો જન્મ લેતાં થોડાક દિવસો બાદ જ મોતને ભેટતા હોવાનો ખુલાસો સરકારે વિધાનસભામાં કર્યો છે.

છેલ્લા 2 વર્ષમાં સિક ન્યુબોર્ન કેર યુનિટમાં 13,496 બાળકોના મોત
છેલ્લા 2 વર્ષમાં સિક ન્યુબોર્ન કેર યુનિટમાં 13,496 બાળકોના મોત

By

Published : Mar 24, 2021, 4:50 PM IST

  • છેલ્લા 2 વર્ષમાં 1,06,017 બાળકોને સિક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા
  • સરકારીમાં જન્મેલાં 69,314 અને ખાનગીમાં જન્મેલા 38,561 બાળકોનો સમાવેશ થાય છે
  • રોજના 16થી પણ વધુ બાળકોનું સિક ન્યુબોર્ન યુનિટમાં મોત નિપજે છે


ગાંધીનગર: સરકાર કરોડો રૂપિયાનું બજેટ સરકારી હોસ્પિટલો માટે ફાળવે છે અને સુવિધાઓ પણ ઉભી કરે છે. તેમ છતાં પણ આરોગ્ય વિભાગની લથડતી કામગીરી વિધાનસભામાં બહાર આવી છે. બાળકોને જન્મ બાદ બીમારી હોય તો સારવાર માટે સિક ન્યુબોર્ન યુનિટમાં ખસેડવામાં આવે છે. જેમાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ સિક ન્યુબોર્ન યુનિટમાં બાળકોની સંખ્યા અને સારવાર તથા મોત અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં આરોગ્ય વિભાગની પોકળ કામગીરીની બહાર આવી છે.

ખાનગી હોસ્પિટલમાં અપૂરતી સારવાર બાદ સિક ન્યુબોર્ન યુનિટમાં મોકલાય છે

રાજ્યમાં બે વર્ષમાં 1,06,017 બાળકોને સિક ન્યુબોર્ન યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 69,314 બાળકોનો જન્મ સરકારી હોસ્પિટલમાં થયો હતો. જ્યાંથી વધુ સારવાર મારે સિક ન્યુબોર્ન યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં જન્મેલા 38,561 બાળકોને સારવાર માટે સિક ન્યુબોર્ન યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 13,496 બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા. બાળકોનો મોતને લઈને સરકારે વિધાનસભામાં કહ્યું કે, સિક ન્યુબોર્ન યુનિટમાં મોટી બીમારી બાળકોના મોત થઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં તેમની પૂરતી સારવાર ન થઈ હોય અને ક્રિટિકલ કન્ડિશનવાળા બાળકોને સિક ન્યુબોર્ન યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેને લઇને મોતનો આંકડો વધી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details