- વિજ્ઞાનપ્રવાહમાં 63,028 વિધાર્થીઓ અને 44,236 વિધાર્થીનીઓ પરીક્ષામાં પાસ જાહેર
- A1 ગ્રેડ કુલ 3245, A2માં 15,284 અને B1 24,757 વિધાર્થીઓને ગ્રેડ મેળવ્યા
- વિજ્ઞાન પ્રવાહના 1,07,264 વિધાર્થીઓને પાસ કરવામાં આવ્યા
- કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આપવામાં આવ્યું હતું માસ પ્રમોશન
ગાંધીનગર:ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. કોરોનાને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ ધોરણ 12 સાયંસના એક લાખ સાત હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાનપ્રવાહમાં 63,028 વિધાર્થીઓ અને 44,236 વિધાર્થીનીઓ પરીક્ષામાં પાસ જાહેર કરાયા છે. જેમાં A1 ગ્રેડ કુલ 3245, A2માં 15,284 અને B1 24,757 વિધાર્થીઓને ગ્રેડ મેળવ્યા છે.જ્યારે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુંઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આપવામાં આવ્યું હતું માસ પ્રમોશન
કોરોના મહામારીના કારણે રાજ્યસરકારે 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ધોરણ 12નું પરિણામમાં ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ, ધોરણ 11ના 25 માર્કસ, તેમજ ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે.