- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- 24 કલાકમાં કોરોનાના નવા 12,206 કેસ આવ્યા સપાટી પર
- 4,339 દર્દીઓએ કોરોનાને માત આપી
- કોરોનાથી 121 દર્દીઓએ દમ તોડ્યો
- સુરતમાં સૌથી વધુ 24 દર્દીના મોત થયા
ગાંધીનગરઃરાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4,631 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 876 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ સુરત કોર્પોરેશન વિસ્તારમાં 24 નોંધાયા છે. સુરતમાં 1,553, રાજકોટમાં 764 અને બરોડામાં 460 પોઝિટિવ કેસ નોંધાયા છે.
24 કલાકમાં કોરોનાના નવા 12,206 કેસ આવ્યા સપાટી પર આ પણ વાંચોઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઇરસના વિક્રમજનક 11,403 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં આજે મંગળવારે 67,315 નાગરિકોનું પ્રથમ ડોઝ અને 74,604 નાગરીકોને બીજો તબક્કાનુ રસીકરણ થયું
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુઘીમાં કુલ 90,34,309 વ્યક્તિઓનું પ્રથમ ડોઝની અને 15,56,285 વ્યક્તિઓનુ બીજા ડોઝનુ રસીકરણ કરવામાં આવ્યું છે. આજે મંગળવારે 45થી 60 વર્ષથી વધુના કુલ 67,315 વ્યક્તિઓનું પ્રથમ તબક્કાનું અને 74,604 વ્યક્તિઓનુ બીજા તબક્કાનુ રસીકરણ કરવામાં આવ્યુ છે. આજ દિન સુધીમાં કુલ 1,05,90,594 લોકોને રસી આપવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 80.82 ટકા જેટલો નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 3,46,063 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 10,340 કેસ, 110ના મોત
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 76,500 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 353 વેન્ટિલેટર પર અને 76,147 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 5615 નોંધાયા છે. જયારે અત્યાર સુધીમાં કુલ 3,46,063 દર્દીઓ કોરોનાને માત આપી છે. જ્યારે રીકવરી રેટમાં પણ ધટાડો નોંધીન આજે રીકવરી રેટ 80.82 થઇ છે.