ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 પોઝિટિવ કેસ નોંધાયા, 3 દર્દીના થયા મોત - Corona News

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો શનિવારે રાજ્યમાં 150થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 122 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gandhinagar News
Gandhinagar News

By

Published : Jun 26, 2021, 10:00 PM IST

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • છેલ્લા 24 કલાકમાં 122 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 352 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના મોત નિપજ્યા
  • અમદાવાદમાં 19 સુરત, 14 વડોદરા 11 અને રાજકોટમાં 7 કેસ

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ (Gujarat Corona Update)માં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો શનિવારે રાજ્યમાં 150થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 122 જેટલા કોરોના પોઝિટિવ (Corona positive) કેસ નોંધાયા છે. જે જ્યારે રવિવારે સૌથી વધુ 352 દર્દીઓએ કોરોના (Corona)ને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 જેટલા દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 પોઝિટિવ કેસ નોંધાયા, 3 દર્દીના થયા મોત

આ પણ વાંચો : Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 129 પોઝિટિવ કેસ, 2 દર્દીના થયા મૃત્યુ

અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Department of Health) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ (Corona positive) કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 69 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે સુરત 14, વડોદરા 11 અને રાજકોટમાં 7 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 123 પોઝિટિવ કેસ, 03ના મોત

3,77,439 વ્યક્તિનું રવિવારે રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન (Vaccination) ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં 3,77,439 વ્યક્તિનું રવિવારે રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,46,38,142 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 2,19,584 વ્યક્તિનું રવિવારે રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 18,840 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 3883 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 23 વેન્ટિલેટર પર અને 3860 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,048 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,09,201 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.31 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details