ગાંધીનગર :11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ ની જાહેરાત થઈ હતી. જેમાં 17 જાન્યુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel)સરકારને 121 દિવસ પૂર્ણ થયા છે, ત્યારે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા આજે 121 દિવસ સુશાસનના (121 days of Gujarat Patel government completed)દિવસ તરીકેની એક બુક લોન્ચિંગ કર્યું છે જેમાં રાજ્યના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે સત્તા એ ભોગવવાની નહીં પરંતુ સત્તા લોકોની સેવા કરવા માટેની છે.
121 દિવસમાં કરેલ કામ બુકમાં વર્ણવી
રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેનો ચાર્જ લેતાભૂપેન્દ્ર પટેલે આજ દિન સુધી કરેલા મહત્વના કાર્યોને ધ્યાનમાં લઈને એક ખાસ બુક (Good Governance Day Book Launching)તૈયાર કરાવી છે. જેમાં તમામ નાનામોટા મહત્ત્વના કાર્યની સૂચિતૈયાર કરવામાં આવી છે અને રાજ્ય સરકારે 121 દિવસના કયાં કયાં મહત્વના કાર્યો કર્યા છે તે તમામ વિગતો પણ બુકમાં વર્ણવી છે.
સત્તાને સેવાનું માધ્યમ બનાવ્યું
પોતાના ભક્તોને દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્ટેશનમાં પણ હાલ દેશમાં અગ્રેસર છે અત્યાર સુધીમાં નવ કરોડ થી વધુ વ્યક્તિઓને જ આપવામાં આવ્યા છે. જ્યારે અમારી નવી અને ઉર્જાવાન ટીમે શાસન સંભાળ્યા પહેલા દિવસથી લોકો માટે અને લોકોના પ્રશ્નોને વધુમાં વધુ અને વહેલી તકે તેનુ નિરાકરણ આવે તે બાબતને પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party)કાર્યકર્તાઓને એવા સંસ્કાર મળ્યા છે કે સત્તા ભોગવતા નહીં પરંતુ સેવાનું માધ્યમ બનાવ્યું છે.