- છેલ્લા 24 કલાકમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા
- 11,999 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 140 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 4,616 પોઝિટિવ કેસ નોંધાયા
ગાંધીનગરઃ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લાં કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની અંદર અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4,616 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,924 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 25 નોંધાયા છે. જ્યારે સુરતમાં 1,309, રાજકોટ 397 અને બરોડામાં 497 કેસ નોંઘાયા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાના નવા 12,978 પોઝિટિવ કેસ નોંધાયા, 152 દર્દીના મોત
રાજ્યમાં થયેલા રસીકરણની વિગત
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે સોમવારે કુલ 1,41,843 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 99,41,391 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 26,31,820 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. 1,25,73,211ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટમાં વઘારો થયો છે, જે આજે સોમવારે 74.46 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,52,275 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
ગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,999 દર્દી કોરોનાને માત આપી આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 10,180 કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,47,499 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 747 વેન્ટિલેટર પર અને 1,46,752 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 7,648 નોંધાયા છે.