ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1181 પોઝિટિવ કેસ નોંધાયા, 1413 ડિસ્ચાર્જ, 9 મોત, કુલ કેસ 1,51,596 - Corona virus

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખને પાર થઈ ગયો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1181 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 9 દર્દીનાં મોત થયા છે. કોરોના વાઈરસના કુલ 1,51,596 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

corona
રાજ્યમાં કોરોનાનાં નવા 1181 કેસ

By

Published : Oct 11, 2020, 8:08 PM IST

ગાંધીનગરઃ સમગ્ર દેશની સાથે-સાથે રાજ્યમાં પણ કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1181 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા વધુ 9 દર્દીનાં મોત થયા છે.

રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 1,51,596 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી રવિવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1413 દર્દીઓને રવિવારે રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાનાં નવા 1181 કેસ

ગુજરાત કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશન 168, રાજકોટ કોર્પોરેશન 88, સુરત 85, વડોદરા કોર્પોરેશન 88, જામનગર કોર્પોરેશન 67, મહેસાણા 42, વડોદરા 41, રાજકોટ 35, જામનગર 31, પાટણ 24, ગાંધીનગર 23, પંચમહાલ 23, અમદાવાદ 21, અમરેલી 20, ભરૂચ 20, સાબરકાંઠા 19, ગાંધીનગર કોર્પોરેશનની 18, કચ્છ 18, જુનાગઢ 17, મોરબી 15, સુરેન્દ્રનગર 15, બનાસકાંઠા 14, જુનાગઢ કોર્પોરેશન 12, આણંદ 11, ભાવનગર કોર્પોરેશન 11, ગીર સોમનાથ 11, ખેડા 9, તાપી 9, મહીસાગર 7, નર્મદા 7, અરવલ્લી 6, દાહોદ 6, દેવભૂમિ દ્વારકા 6, નવસારી 5, વલસાડ 4, બોટાદ 3, ભાવનગર 2, છોટાઉદેપુર 2 અને ડાંગમાં 1 કેસ સામે આવ્યો છે. જ્યારે 86 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે, અત્યાર સુધી 3569 લોકોના મોત થયાં છે.

અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 38,926 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 176 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 85 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 261 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details