ગુજરાત

gujarat

ETV Bharat / city

CM Relief Fundમાંથી 3 માસમાં 1162 લાખની સહાય ચૂકવાઈ

CM Relief Fundએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીનો સ્વતંત્ર અધિકાર છે. જેનો હિસાબ સામાન્ય સંજોગોમાં જાહેર કરવામાં આવતો નથી. પણ આજે રાજ્યના મુખ્યપ્રધાન રાહત નિધિના હિસાબની જાહેરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં છેલ્લા 3 માસમાં મુખ્યપ્રધાન રાહત નિધિમાંથી કુલ 1162 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

CM Relief Fundમાંથી 3 માસમાં 1162 લાખની સહાય ચૂકવાઈ
CM Relief Fundમાંથી 3 માસમાં 1162 લાખની સહાય ચૂકવાઈ

By

Published : Jul 1, 2021, 7:11 PM IST

  • મુખ્યપ્રધાન રાહત ફંડની (CM Relief Fund) કામગીરી સરકારે જાહેર કરી
  • સરકારે 3 મહિનામાં 1162 લાખનો ખર્ચ જાહેર કર્યો
  • એપ્રિલમાં 80.31, મેં મહિનામાં 42.86 અને જૂન મહિનામાં 1039.48 લાખ ખર્ચ થયો
  • તમામ ખર્ચ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર પાછળ થયો

    ગાંધીનગર : મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી(CM Relief Fund) ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દરદીઓને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂા. 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. જેમાં એપ્રિલ મહિનામાં રૂા. 80.31 લાખ, મે મહિનામાં રૂા. 42.86 લાખ અને જૂન-2021માં રૂા. 1039.48 લાખ એમ ત્રણ માસમાં કુલ રૂા. 1162.65 લાખની રકમ આપવામાં આવી છે.

    સારવાર હેઠળ રૂપિયાની ફાળવણી

    એપ્રિલ મહિનામાં કેન્સરની સારવાર માટે રૂા. 1 લાખ, કીડની માટે રૂા. 2.33 લાખ, લીવર માટે રૂા. 12.99 લાખ, થેલેસેમિયાની સારવાર માટે રૂા. 13.99 લાખ જ્યારે કોરોના વોરિયર્સ માટે રૂા. 50 લાખ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે મે માસમાં કેન્સર માટે રૂા. 1 લાખ, કીડની માટે રૂા. 6 લાખ, લીવર માટે રૂા. 4.33 લાખ, થેલેસેમિયા માટે રૂા. 3.33 લાખ, કોરોના વોરિયર્સ માટે રૂા. 25 લાખ અને અન્ય રૂા. 3.20 લાખ એમ કુલ રૂા. 42.86 લાખની રકમ CM Relief Fund માંથી ચૂકવવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યની પ્રાથમિક શાળામાં 3300 શિક્ષકોની ભરતી થશે, સરકારે આયોજન શરૂ કર્યું

આ ઉપરાંત (CM Relief Fund) જૂન-2021માં કીડનીની સારવાર માટે રૂા. 2.50 લાખ, લીવર માટે રૂા. 12.99 લાખ, થેલેસેમિયા માટે રૂા. 11.99 લાખ, કોરોના વોરિયર્સ માટે રૂા. 1010 લાખ તેમજ અન્ય માટે રૂા. 2 લાખ એક કુલ રૂા. 1039.48 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન ZyCoV D માટે DCGIમાં મંજૂરી માગી, સોય વગર લાગશે આ વેક્સિન

ABOUT THE AUTHOR

...view details