જામનગરથી 10મી શ્રમિક ટ્રેન બરેલી જવા રવાના - સોશિયલ ડિસ્ટન્સિંગ
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને બસ અને ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા અંદાજે કુલ 10 ટ્રેન દ્વારા 14,500થી વધુ શ્રમિકોને યુપી બિહાર વતન પહોંચાડાયા છે.
જામનગરઃ જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે 1600 જેટલા પરપ્રાંતિય મજુરોને ઉત્તરપ્રદેશ-બરેલી ખાતે વતનમાં પરત કરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જામનગરના પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા સોમવારના રોજ જામનગરથી 10મી ટ્રેન મોકલવામાં આવી છે. અત્યાર સુધીમાં ટ્રેન દ્વારા 14,500થી વધુ શ્રમિકોને ઉત્તરપ્રદેશ અને બિહાર પહોંચાડવામાં આવ્યા છે.