- રાજ્યની 10,962 શાળાએ ધોરણ 10ના વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કર્યા
- 16 જૂન સુધી 200 જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવાના બાકી હતા
- હજૂ 22 વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવાના બાકી
- રાજ્ય શિક્ષણ બોર્ડને 8,58,366 વિદ્યાર્થીઓના માર્ક્સ મળ્યા
ગાંધીનગર : કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન રૂપાણીએ તાજેતરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી અને નિયમિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો, ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ( Gujarat State Board of Education ) દ્વારા 17 જૂન સુધીમાં રાજ્યની ધોરણ 10ની 10,962ની શાળાઓ વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવાના હતા. જેમાં 16 જૂન સુધી 200 જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવાના હતા. જે હવે ફક્ત 22 જ વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવાના બાકી છે.
8,58,366 વિદ્યાર્થીઓના માર્ક્સ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ( Gujarat State Board of Education )ને મળ્યા
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ( Gujarat State Board of Education ) તરફથી મળતી સત્તાવાર માહિતી પ્રમાણે રાજ્યમાં ધોરણ 10ના કુલ 8,58,366 વિદ્યાર્થીઓના માર્ક્સ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ( Gujarat State Board of Education )ને પ્રાપ્ત થયા છે, જ્યારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 8,58,388 જેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર તરીકે નોંધાયા છે. રાજ્યમાં હજૂ 22 વિદ્યાર્થીઓના માર્ક્સ શાળાઓ દ્વારા અપલોડ કરવામાં આવ્યા નથી.
22 વિદ્યાર્થીઓ કે, જે રેગ્યુલર પર એકસ્ટર્નલ તરીકે આપી રહ્યા હતા પરીક્ષા