ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમા 24 કલાકમાં કોરોનાના 1073 નવા પોઝિટિવ કેસ, 1046 ડિસ્ચાર્જ, 23 મોત, કુલ 66,777

રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 60 હજારને પાર થઈ ગઈ છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1073 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 23 દર્દીનાં મોત થયા છે.

Gujarat Corona Update
રાજ્યમા 24 કલાકમાં કોરોનાના 1073 નવા કેસ, 1046 ડિસ્ચાર્જ, 23 મોત, કુલ 66,777

By

Published : Aug 5, 2020, 8:43 PM IST

રાજ્યમા 24 કલાકમાં કોરોનાના 1073 નવા કેસ નોંધાયા

  • કોરોના વાઇરસના કેસની કુલ સંખ્યા 66,777 થઇ
  • સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવ્યાં
  • સુરતમાં સૌથી વધુ નવા 237 કેસ નોંધાયા
  • આજે 1046 દર્દીઓ ડિસ્ચાર્જ તેમજ 23ના મૃત્યુ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 60 હજારને પાર થઈ ગઈ છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1073 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 23 દર્દીનાં મોત થયા છે.

રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 66,777 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી બુધવારે 1046 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 143, સુરત મહાપાલિકા વિસ્તારમાં 187, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 98, રાજકોટ કોર્પોરેશન 60, સુરત 50, જામનગર કોર્પોરેશન 45, અમરેલી 30, કચ્છ 27, ભાવનગર કોર્પોરેશન 26, મહેસાણા 24, મોરબી 24, સુરેન્દ્રનગર 22, ભરૂચ 21, ભાવનગર 21, જુનાગઢ કોર્પોરેશન 20, રાજકોટ 20, અમદાવાદ, દાહોદ, પંચમહાલ 18-18, પોરબંદર 17, વડોદરા 17, ગાંધીનગર 16, બોટાદ 14, ખેડા 14, બનાસકાંઠા 13, આણંદ 12, ગાંધીનગર કોર્પોરેશન નવસારી સાબરકાંઠા 11-11, પાટણ 10, મહીસાગર 9, ગીર સોમનાથ 9, નર્મદા 8, તાપી 8, વલસાડ 7, જુનાગઢ 5, અરવલ્લી 3, છોટાઉદેપુર 2, ડાંગ 2, દેવભૂમિ દ્વારકા 1 અને જામનગરમાં 1 કેસ સામે આવ્યાં છે.

રાજ્યમા 24 કલાકમાં કોરોનાના 1073 નવા કેસ, 1046 ડિસ્ચાર્જ, 23 મોત, કુલ 66,777

જ્યારે 76 દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2557 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 27,283 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવ્યાં છે.

રાજ્યમાં એક દિવસ બાદ બુધવારે ફરીથી સુરત પહેલા નંબરે કોરોનાના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 187 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 50 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 237 કેસ નોંધાયા છે, જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details