ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 100 ટકા વરસાદ, 314 રોડ રસ્તા બંધ - વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકથી સતત અવિરતપણે વરસાદની મહેર યથાવત છે, ત્યારે રાજ્યમાં સિઝનનો 102.2 ટકા વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 188.04 ટકા અને સૌથી ઓછો પૂર્વ-મધ્ય ઝોનમાં 79 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના સાત તાલુકાઓમાં છેલ્લાં 24 કલાકમાં વરસાદ નોંધાયો છે.

રાજયમાં 100 ટકા વરસાદ, 314 રોડ રસ્તાઓ બંધ
રાજયમાં 100 ટકા વરસાદ, 314 રોડ રસ્તાઓ બંધ

By

Published : Aug 24, 2020, 2:20 PM IST

ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી પ્રમાણે 24 ઓગસ્ટ સવારે છ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં સાત તાલુકા એવા છે કે, જ્યાં આઠ ઈંચથી સાડા તેર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં સાડા તેર ઇંચ અને મહેસાણાના કડી તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ટંકારામાં મોરબી બહુચરાજી અને સરસ્વતી તથા ઉમરપાડામાં તાલુકામાં પણ આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના ૧૫ તાલુકાઓમાં 6થી 8 ઇંચ તાલુકામાં ૪થી ૬ ઈંચ 146 તાલુકામાં એકથી ચાર ઇંચ જ્યારે તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 102.73 વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 188.02 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 134.81 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 90.21 ટકા ઉત્તર ગુજરાતમાં 87.44 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં 78.98 ટકા વરસાદ નોંધાયો છે.

રાજયમાં 100 ટકા વરસાદ, 314 રોડ રસ્તાઓ બંધ
રાજ્યમાં થયેલા વરસાદના કારણે રાજ્યના સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયાં છે સરદાર સરોવર ડેમમાં હાલ 2,19,275 MCFT પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહશક્તિના 65.64 ટકા જેટલો થયો છે. રાજ્યના 76 જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયાં છે, તે ઉપરાંત 78 જળાશયો એવા છે કે, જે 70થી 100 ટકા વચ્ચે ભરાયાં છે. સરદાર સરોવર સહિત 20 જળાશયો એવા છે કે, જેમાં 50થી 70 ટકા જેટલો જળસંગ્રહ થયો છે, 25થી 50 ટકા વચ્ચે 16 જળાશય જ્યારે 25 ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા 15 જળાશયો ભરાયાં હોવાની માહિતી જળસંપત્તિ તરફથી આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં થઈ રહેલાં વરસાદના પરિણામે 314 જેટલા માર્ગો અસરગ્રસ્ત થયાં છે. જેમાં પંચાયત હસ્તકના 286 માર્ગોનો સમાવેશ થાય છે. સલામતી અને સાવચેતીના ભાગરૂપે આ તમામ રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details