- દેશમાં રસીકરણના 100 કરોડ ડોઝ પૂર્ણ
- રાજ્યના મુખ્યપ્રધાન તાત્કાલિક ધોરણે આરોગ્યકર્મીઓને મળવા પહોંચ્યા
- સેકટર 2 ખાતેના અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્યકર્મીઓને મોંં મીઠું કરાવ્યું
- સમગ્ર રાજ્યમાં થશે ઉજવણી
ગાંધીનગર :રસીકરણની સિદ્ધિની ઉજવણીને લઇને કેબિનેટ બેઠકમાં પણ સમગ્ર રાજ્યના પીએચસી સેન્ટર સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર અને સરકારી હોસ્પિટલમાં રંગોળી અને લાઇટિંગ કરીને ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજે 100 crore dose લક્ષ્ય પૂર્ણ થતાં રાજ્ય સરકારે ઉજવણીની (celebration) તૈયારી શરૂ કરી છે, સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel ) તાત્કાલિક ધોરણે ગાંધીનગર સેક્ટર 2 ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આરોગ્ય કર્મચારીઓની શુભેચ્છા મુલાકાત કરી હતી.
આરોગ્યકર્મીઓને આપવામાં આવી શુભેચ્છાઓ
100 કરોડ ડોઝ (100 crore dose) પૂર્ણ થતાની સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ CM Bhupendra Patel ગાંધીનગર હેલ્થ સેન્ટર ખાતે પહોંચ્યા હતાં અને વેક્સિનેશનની (Vaccination) કામગીરી સાથે જોડાયેલા આરોગ્ય કર્મચારીઓને શુભેચ્છા પાઠવીને તેમને મોં મીઠું કરાવ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પણ હાજર હતાં ત્યારે મુખ્યપ્રધાને આરોગ્ય કમિશનર શિવહરેને પણ પેંડા ખવડાવીને અભિનંદન પાઠવ્યાં હતાં.
દેશનો અત્યાર સુધીનો રસીકરણનો આંકડો
70,83,18,703 પ્રથમ ડોઝ
29,16,97,011 બીજો ડોઝ
અત્યાર સુધીનો રસીકરણનો આંકડો
પ્રથમ ડોઝ 4,41,65,347
બીજો ડોઝ 2,35,06,129
કુલ 6.76 કરોડ ડોઝ
સમગ્ર દેશમાં ગુજરાતનો ફાળો 6.7%