- રાજ્યમાં વધુ 10 સાયબર પોલીસ સ્ટેશનની શરૂઆત
- રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યું વર્ચ્યુલ ઉદ્ઘાટન
- રાજ્યમાં અગાઉ 9 રેન્જ અને 4 શહેરમાં કાર્યરત હતા સાયબર પોલીસ સ્ટેશન
ગાંધીનગર : વર્તમાન સમયમાં લોકો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમયનો બચાવ કરતા હોય છે. બીજી તરફ લેભાગુ તત્વો ઓનલાઇન ફ્રોડ કરવા માટે તત્પર હોય છે. ત્યારે ઓનલાઇન ગુનાને અંજામ આપતા લોકો વિરુદ્ધ રાજ્ય સરકારે અગાઉ 9 રેન્જ અને 4 શહેરમાં સાયબર પોલીસ સ્ટેશનની શરૂવાત કરી છે. ત્યારે આજે શુક્રવારના રોજ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ગૃહસચિવ પંકજ કુમાર અને રાજ્યના DGP આશિષ ભાટિયાએ ગાંધીનગરથી વર્ચ્યુલ વધુ 10 જેટલા સાયબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
અત્યાર સુધીમાં 13.22 કરોડની રિકવરી કરાઈ
આ બાબતે રાજ્યના DGP આશિષ ભાટિયાએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમયે જણાવ્યું હતું કે, સાયબર શાશ્વત પ્રોજેક્ટ NCCTR અંતર્ગત વોલેન્ટિયર ફોરેન્સિક ટુલ્સ અને કેપેસિટી બિલ્ડીંગ ફોરેન્સિક હેલ્પલાઇન સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રોજેક્ટ શરૂ કરી સાઇબર ક્રાઇમને લગતા ગુનાઓને ઉકેલવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં CID ક્રાઇમ સેલની હેલ્પલાઇન તથા શાશ્વત પ્રોજેક્ટ થકી ફાઇનાન્સિયલ ફ્રોડમાં 13.22 કરોડની રકમ નાગરિકોને પરત કરવામાં આવી છે. જ્યારે 21.12 કરોડની રકમ ફ્રિઝ કરવામાં આવી છે. આ ઉપરાંત સાયબર બુલિંગનો ભોગ બનેલા હજારો નાગરિકોનું કાઉન્સીલીંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ: સાયબર પોલીસ સ્ટેશન બન્યા બાદ 250થી વધુ ફરિયાદ નોંધાઇ