ગુજરાત

gujarat

ETV Bharat / city

ચૂંટણી પહેલા સરકારને ઘેરવા ગાંધીનગરમાં 10થી વધુ આંદોલન, સચિવાલય પાસે RAFની ટીમ ગોઠવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને ગણતરીના દિવસો એવામાં ચૂંટણી પહેલા અનેક પડતર માંગણીઓ કે જે ગાંધીનગરના અલગ અલગ જગ્યા ઉપર 10થી વધુ આંદોલન (10 agitations active before elections in Gandhinagar) અત્યારે કાર્યરત છે. આ સાથે જ રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ સચિવાલયના ગેટ નંબર એક પાસે તૈનાત (Rapid Action Force team deployed) કરવામાં આવી છે.

ચૂંટણી પહેલા સરકારને ઘેરવા ગાંધીનગરમાં 10થી વધુ આંદોલન, સચિવાલય પાસે RAFની ટીમ ગોઠવી
ચૂંટણી પહેલા સરકારને ઘેરવા ગાંધીનગરમાં 10થી વધુ આંદોલન, સચિવાલય પાસે RAFની ટીમ ગોઠવી

By

Published : Sep 20, 2022, 8:30 PM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો અને મહિનાઓની વાર છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક પડતર માંગણીઓ કે જે રાજ્ય સરકારે સ્વીકારી નથી તે તાત્કાલિક ધોરણે સ્વીકારાય તેને લઈને ગાંધીનગરના અલગ અલગ જગ્યા ઉપર 10થી વધુ આંદોલન અત્યારે કાર્યરત છે. ગુજરાત રાજ્યનું પાટનગર એટલે કે ગાંધીનગર એક આંદોલન નગર બન્યું હોય તેવા આંદોલનકારીઓ રસ્તા પર નજરે પડી રહ્યા છે. જેમાં ગાંધીનગર પોલીસ ફોર્સ આંદોલન સામે નબળી પડતા ખેડા અને મહેસાણા પોલીસને પણ મદદ લેવામાં આવી છે. આ સાથે જ રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ સચિવાલયના ગેટ નંબર એક પાસે ડિપ્લોય કરવામાં આવી છે.

ગાંધીનગરના અલગ અલગ જગ્યા ઉપર 10થી વધુ આંદોલન

રજા પગાર અને ગ્રેડ પે આપો : વન રક્ષકોછેલ્લા બે દિવસથી વનરક્ષકો અને વનપાલ દ્વારા ગાંધીનગરમાં આંદોલન (Forest Guards and Foresters Agitation Gandhinagar) કરવામાં આવી રહ્યું છે. આજે આદરણીય ભવન ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું હતું. તેઓની ફક્ત એક જ માંગ છે કે તેઓની નોકરી 24 કલાક છે. રાજ્ય સરકારે રજા પગાર પણ આપે સાથે જ ગ્રેડમાં વધારો કરવામાં આવે. જ્યારે જિલ્લા બે દિવસથી આંદોલન કરી રહેલા મંડળ રક્ષકોને રાજ્ય સરકારે ચર્ચા માટે પણ બોલાવ્યા ન હોવાનો આક્ષેપ આગેવાન પ્રવિણસિંહ ચાવડાએ કર્યો હતો.

રાજ્યપાલ પાસે મેડલ જમા કરવાનો સમય માંગ્યો છે : ધર્મેન્દ્ર કુમાતમાજી સૈનિકના આગેવાન ધર્મેન્દ્ર કુમાવતે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા આઠ દિવસથી માજી સૈનિકોનો આંદોલન સચિવાલયના ગેટ નંબર એક બહાર (Ex servicemen movement outside Secretariat gate) શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય સરકાર સાથે અનેક બેઠક પણ થઈ છે, પરંતુ રાજ્ય સરકાર લેખિતમાં આપવા તૈયાર ન હોવાના કારણે આંદોલનયથાવત રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અમને જે મેડલ આપવામાં આવ્યા છે. તે મેડલ પણ અમે રાજ્યપાલને સુપ્રત કરવા માટે નો સમય માંગ્યો છે પરંતુ હજુ સુધી અમને સમય આપવામાં આવ્યો નથી ત્યારે અમે આંદોલનના સ્થળ પર જ ટેબલ પર મેડલો મૂકી દીધા છે.

ક્યાં આંદોલન ગાંધીનગરમાં કાર્યરત

હું સરકારને જમીન આપું તો ખેડૂત મટી જવ : પૃથ્વીસિંહ બિહોલાકેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટ (Bharatmala Project of Central Govt) અંતર્ગત થરાદ થી અમદાવાદ સુધીનો એક હાઇવે તૈયાર થઈ રહ્યો છે. જેમાં અનેક ખેડૂતોની જમીન જોઈ રહી છે ત્યારે આવા ખેડૂતો પણ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભારત માલા પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે આવ્યા હતા.

જમીન સંપાદન થઈ જાય તો હું ખેડૂત જ મટી જવુંરાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે આ વિષય પર ધ્યાન રાખીને ભારતમાલા પ્રોજેક્ટ દુકાને તે બાબતની આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જ્યારે ભારત માલા પ્રોજેક્ટ બાબતે અનેક નાના નાના ખેડૂતોની સંપૂર્ણ જમીન સંપાદન થઈ રહી છે. આ વિષય પર ખેડૂત પૃથ્વીસિંહ બિહોલા ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારે ફક્ત બે વીઘા જેટલી જમીન છે. જો જમીન સંપાદન થઈ જાય તો હું ખેડૂત જ મટી જવું. જ્યારે મારું ઘર પણ ખેતરની જમીનમાં જ આવેલું છે. હું ઘરવિહોણો પણ થઈ શકું.

LRD માહિલા જવાનો આંદોલનના રાહેLRDમાં પણ મહિલા ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. LRD બાબતે મહિલા આગેવાન શીતલબા વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018 અને 2019ની LRDની ભરતી કરવામાં આવી હતી. ત્યારે આ ભરતીમાં બિન અનામત વર્ગની મહિલાની (Unreserved women for LRD Recruitment) 500 78 જગ્યાઓની ફાળવણી થઈ હતી. જે અંતર્ગત 1193 મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલવામાં આવ્યા હતા. 880 જેટલી મહિલાઓના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જ્યારે હજુ પણ 313 જેટલી મહિલાઓનો ઓર્ડર આપવામાં આવ્યા નથી. આ બધી પ્રક્રિયા હેઠળ એક ઓગસ્ટ 2008ના ઠરાવ અન્વયે થઈ હતી, પરંતુ આ પ્રક્રિયામાં બે સપ્ટેમ્બર 2020નો ઠરાવ લાગુ કરતા પતિ પ્રક્રિયાના મૂળ નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ પણ મહિલા ઉમેદવારોએ કર્યો છે.

સરકારે જાહેરાત કરી પણ આપ્યું કંઈ નહીં : ગૌ સેવા આયોજકરાજ્ય સરકારે ગુજરાત વિધાનસભા બજેટમાં (Gujarat Assembly Budget) ગાયોની રખેવાળી માટે ગૌશાળા માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ છ મહિનાથી વધુનો સમય વીતી ચૂક્યો છે. રાજ્ય સરકારે હજુ સુધી વિધાનસભાના બજેટમાં જાહેર કરેલા 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી નથી. આજે પશુપાલકો અને ગૌશાળાના સંચાલકો ગાંધીનગરમાં સત્યાગ્રહ (cowshed Administrator Satyagraha in Gandhinagar) છાવણીમાં આવીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરે તેવી માંગ પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details