ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં અજાણ્યાં શખ્સે દોઢ વર્ષના બાળકને રાતના અંધારે તરછોડ્યું - દોઢ વર્ષના માસુમ બાળકને છોડી

રાજ્યમાં અનેક વખત બાળકો ઉપાડી જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે આ ઘટનાને લઈને ગાંધીનગર સહિત રાજ્યમાં ચર્ચા જાગી છે. આ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે કોઈ અજાણ્યુ વ્યક્તિ એક દોઢ વર્ષના નાના બાળકને રાતના અંધારામાં છોડી જતા ચકચાર મચી ગઈ છે. આ બાળકનો ફોટો ETV BHARAT એટલા માટે પ્રસારીત કરી રહ્યું છે કારણ કે, તેમના માતાપિતાની શોધવાની સરકારની મુહિમમાં ભાગીદાર થઈ શકીએ.

child was found near swaminarayan temple in pethapur
child was found near swaminarayan temple in pethapur

By

Published : Oct 9, 2021, 10:09 AM IST

Updated : Oct 9, 2021, 2:14 PM IST

  • પેથાપુરમાંથી મળ્યું બિનવારસી બાળક
  • બાળકને મૂકીને ભાગી જનારના CCTV આવ્યા સામે
  • બાળકને મૂકીને ત્યજી જનાર સામે પોલીસ તપાસ શરૂ

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરના પેથાપુર ખાતે ગઇકાલ શુક્રવારે મોડી રાત્રે સ્વામિનારાયણ મંદિરના દરવાજા પાસે 11 માસના બાળકને તરછોડવામાં આવ્યું હતું, પ્રાથમિક માહિતી પ્રમાણે સ્વામિનારાયણ મંદિરના દરવાજા પાસે તપાસ કરતાં કોઇપણ વાલી વારસદાર મળ્યું ન હતું, ત્યારે પોલીસને માહિતી આપીને 11 માસના બાળકનાં માતા-પિતાને શોધવાની કામગીરી પોલીસે હાથ ધરવામાં આવી છે.

child was found near swaminarayan temple in pethapur

ગૌશાળા પાસે બાળકને મૂક્યું

પેથાપુર તરફથી મળતી માહિતી પ્રમાણે પૂર્વ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતેના ગૌશાળાના દરવાજા પાસે મોડી રાત્રે સાડા નવ કલાકની આસપાસ કોઈ અજાણ્યા શખ્સે આવીને બાળકને દરવાજા પાસે મૂકીને ચાલ્યો ગયો હોવાની ઘટના CCTVમાં કેદ થઈ છે, CCTVના આધારે પોલીસે અને સામાજિક સંસ્થાઓ દ્વારા બાળકને કોણ વ્યક્તિ મૂકી ગયા છે અને ક્યાંથી આવ્યા હતા તે તમામ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે, આ ઉપરાંત પેથાપુરમાં આવેલા તમામ CCTVની તપાસ પણ ટૂંક સમયમાં કરીને નિરાધાર બાળકના માતા-પિતાને શોધવાની કામગીરી પોલીસે હાથ ધરી છે.

બાળકનું મેડિકલ ચેકઅપ કરાવ્યું

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે પ્રકારે બાળકને રાત્રે 9:30 કલાકે પેથાપુર સ્વામીનારાયણ મંદિરના ગૌશાળાના દરવાજે મૂકીને અજાણ્યો શખ્સ ચાલ્યો ગયો હતો, તેને આધારે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શરૂઆતમાં પોલીસે બાળકનો કબજો લઈ લીધો હતો અને પ્રથમ તબક્કામાં બાળકના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા છે, જ્યારે હવે બાળકને અમદાવાદના ઓઢવ ખાતે આવેલા બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે તમામ CCTV નેટવર્કનો તપાસ અને ચેકિંગ કરીને ક્યા વ્યક્તિઓ બાળકને મંદિરની બહાર મૂકીને જતા રહ્યા છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

માતા પિતાનો કેમ ચાલ્યો જીવ!

મા-બાપ માટે બાળક એ અતિ મહત્વનું અંગ ગણવામાં આવે છે, બાળક એ જીવનનો મોટો આધાર છે, પરંતુ જે રીતે ગાંધીનગરના પેથાપુરમાં ઘટના બની છે, ત્યારે એક જ સવાલ થાય છે કે, તે કેવા માં બાપ હશે, મા-બાપનો કેવો જીવ ચાલ્યો હશે કે બાળકને મોડી રાત્રે મંદિરમાં આવેલા ગૌશાળાના દરવાજે નિરાધાર મૂકવો, આમ ગાંધીનગરમાં તમામ લોકોના મુખે ફક્ત એક જ ચર્ચા ચાલે છે કે આમ બાળકના માતા-પિતાનો જીવ કેવી રીતે ચાલ્યો ? આ બાળકનો ફોટો ETV BHARAT એટલા માટે પ્રસારીત કરી રહ્યું છે કારણ કે, તેમના માતાપિતાની શોધવાની સરકારની મુહિમમાં ભાગીદાર થઈ શકીએ.

આ પણ વાંચો:

Last Updated : Oct 9, 2021, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details