સંભવિત 'મહા' વાવાઝોડાને લઈને દીવ જિલ્લા કલેકટર સલોની રાય દ્વારા આગમ ચેતીના ભાગરૂપે સમગ્ર દીવ પ્રદેશમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આગામી 6 અને 7 તારીખ સવાર સુધીમાં વાવાઝોડું દીવના તટીય વિસ્તારો પર ત્રાટકી શકે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જેના ભાગરૂપે આજે દીવ કલેકટર સલોની રાય દ્વારા માછીમારોને દરિયામાં નહીં જવા તેમજ બોટને સુરક્ષિત બંદર પર રાખવાની સૂચનાઓ આપાવામાં આવી છે.
'મહા' વાવાઝોડાને લઈ દીવ પ્રશાસન બન્યું વેગવંતુ - દીવ જિલ્લા પ્રસાશન વેગવંતુ
દીવ: સંભવિત 'મહા' વાવાઝોડાની અસરને લઈ દીવ જિલ્લા પ્રસાશન વેગવંતુ બન્યું છે. જિલ્લા કલેકટર સલોની રાય દ્વારા સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહીં ખેડવા તેમજ દરિયામાં પ્રવાસીઓનો પ્રવેશ અટકાવવા માટેના પ્રતિબંધાત્મક આદેશો આપવામાં આવ્યા છે.
દરિયો ન ખેડવા સૂચના
સાથે જ કલેક્ટર દ્વારા દીવમાં આવતા પ્રવાસીઓને દરિયામાં સ્નાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા 'મહા' વાવાઝોડાને લઈને જે પ્રકારે ચેતવણી આપવામાં આવી રહીં છે તેને ધ્યાનમાં રાખી પ્રસાશન દ્વારા તકેદારી રાખવામાં આવી રહીં છે.