ગુજરાત

gujarat

ETV Bharat / city

5 વર્ષની બાળકીએ તરણ સ્પર્ધામાં ભાગ લઈ દીવનું ગૌરવ વધાર્યું - 5 વર્ષની રીયા

દીવઃ સંઘ પ્રદેશ દીવમાં મુક્તિ દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દીવ ફેસ્ટિવલ અંતર્ગત અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તરણ સ્પર્ધામાં 5 વર્ષની બાળકીએ સ્પર્ધામાં ભાગ લઇને બહાદુરીની સાથે મહિલા કોઇપણ ક્ષેત્રમાં સારો દેખાવ કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.

Etv Bharat, Gujarati News, Diu News, Swimming Competition
5 વર્ષની બાળકીએ તરણ સ્પર્ધામાં ભાગ લઈ દીવનું ગૌરવ વધાર્યું

By

Published : Dec 22, 2019, 12:43 AM IST

Updated : Dec 22, 2019, 10:15 AM IST

સંઘ પ્રદેશ દીવ હાલ તેના મુક્તિ દિવસની ઉજવણી કરાવી રહ્યો છે, ત્યારે છેલ્લા બે દિવસથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 5 વર્ષની રીયાએ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 32 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં દીવ પાણી કોઠાથી લઇને દીવ જેટી સુધી 800 મીટરનું અંતર કાપવાનું હતું. જેમાં અન્ય સ્પર્ધકોની સાથે રીયાએ 800 મીટરનું અંતર કોઇની મદદ વગર પાર કર્યું હતું. 5 વર્ષની બાળકીની આ કમાલને દીવ કલેક્ટર સલોની રાય સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓએ વધાવ્યું હતું. રીયાની વાત કરીએ તો તેણી 2 વર્ષની હતી ત્યારથી તેના પિતા તેને તરવાની તાલીમ આપી રહ્યા હતા, જેનું ફળ આજે તેમને મળ્યું હોય તેવો પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે જ 5 વર્ષની રીયાએ સમગ્ર દીવનું નામ રોશન કર્યું હતું.

5 વર્ષની બાળકીએ તરણ સ્પર્ધામાં ભાગ લઈ દીવનું ગૌરવ વધાર્યું
Last Updated : Dec 22, 2019, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details