ગીર સોમનાથ: કોડીનારના વડનગર ગામે આવેલી અબુંજા સિમેન્ટ કંપની સામે સ્થાનિક બેરોજગાર યુવાનો ધરણાં પર બેસ્યા હતા. જેમાંથી 2 લોકોની તબિયત લથડી છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ સિમેન્ટ કંપનીની સ્થાપના કરવા સમયે સ્થાનિકોને રોજગારી આપવાનું કહી જમીન મેળવવામાં આવી હતી, પરંતુ આજની તારીખે વડનગર ગામમાં 200થી વધુ શિક્ષિત બેરોજગાર હોવા છતાં કંપની આ યુવાનોને રોજગારી આપવા માટે નનયો ભણે છે. જેથી 20 જેટલા યુવાનો ગત 12 દિવસથી કંપની સામે ઉપવાસ પર બેઠા હતા. જેમાંથી 2 યુવાનોની તબિયત લથડી છે.