ગુજરાત

gujarat

ETV Bharat / city

સંઘ પ્રદેશ દીવમાં જોવા મળી વાયુ વાવાજોડાની અસરો - manish dodiya

જુનાગઢઃ વાવાજોડાની અસરોને લઈને દીવમા મોસમનો પહેલો વરસાદ શરુ થઈ ગયો છે. આગામી 24 કલાક માટે દીવમાં ભારે વરસાદ હોવાનું મોસમ વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. જેને લઈને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સંભવિત વાયુ વાવાજોડાના ખતરાને લઈને દીવમાં બુધવાર સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

vayu

By

Published : Jun 12, 2019, 4:36 PM IST

બુધવારે વહેલી સવારે હળવા પવન સાથે ધીમીધારે વરસાદ શરુ થયો હતો. હવામાન વિભાગ દ્વારા વાયુ વાવાજોડું દીવ અને વેરાવળની વચ્ચેના તટ પર ટકરાઈ શકે છે. જેને લઈને દીવ પ્રશાશન પણ હરકતમાં આવી ગયું છે. સંગબર ઓપરેશનની જવાબદારી જિલ્લા કલેકટર હેમંત કુમારે તેમના ખભે લઈને રાહત કામગીરીમાં જોડાયા હતા.

સંઘ પ્રદેશ દીવમાં જોવા મળી વાયુ વાવાજોડાની અસરો

દીવના વણાંકબાર સહીત કેટલાક દરિયા કિનારાના નીચાણ વાળા વિસ્તારો માંથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધોને નજીકની સરકારી શાળાઓમાં રાખવામાં આવી રહ્યા છે. જેની જવાબદારી જિલ્લા કલેકટર હેમંત કુમાર દ્વારા લઈને વાયુ વાવાજોડાની સંભવિત અસરો સામે લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. અને દીવમાં આવેલા યાત્રિકોને પણ તેમના ઘર કે વતન તરફ પરત મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details