દીવ: સંઘ પ્રદેશ દીવના ઘોઘલા બીચ ને બ્લુ ફ્લેગ સર્ટીફિકેટ પ્રાપ્ત થયું છે. જેની જાણ દીવના કલેકટર શલોની રાયે ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. દીવ સમગ્ર વિશ્વના પર્યટકો માટેનુ શ્રેષ્ઠતમ પ્રવાસન સ્થળ માનવામાં આવે છે, ત્યારે દીવમા આવેલા બીચ પૈકી ઘોઘલા બીચને સર્ટિફિકેટ મળતા હવે પર્યટન સાથે વિશ્વના પ્રવાસીઓને પણ આકર્ષવાની દિશામાં વધુ એક સોનેરી સંસ્મરણ ઉમેરાયું છે. જેને લઇને જિલ્લા કલેક્ટરે ટ્વીટર પર ખુશી વ્યક્ત કરી હતી.
સંઘ પ્રદેશ દીવના ઘોઘલા બીચને મળ્યું બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ દીવમાં આવેલા ઘોઘલા નાગવા સહિત તમામ બીચ પર્યાવરણને લઈને ખાસ તકેદારી રાખવામાં આવે છે. અવાર-નવાર જિલ્લા સત્તાવાળાઓ દ્વારા અહીં આવતા પ્રવાસીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત પણ કરવામાં આવે છે. તેને ધ્યાને રાખીને જ દીવના બીચ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ બની રહ્યા છે.
બ્લુ ફ્લેગ સર્ટીફિકેટ પ્રાપ્ત કરનાર બીચ
- શિવરાજપુર (દ્વારકા - ગુજરાત )
- ઘોઘલા (દિવ)
- કાસકરોડ (કર્ણાટક)
- પદુબિદ્રી (કર્ણાટક)
- કપડ (કેરળ)
- રૂશિકોડા ( આંધ્રપ્રદેશ)
- ગોલ્ડન (પુરૂ- ઓડિશા)
- રાધાનગર ( અંડમાન નિકોબાર દ્વીપ)
રવિવારે દીવના ઘોઘલા બીચને બ્લ્યુ ફ્લેટ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે કે, આવનારા દિવસોમાં દીવના પર્યટન ઉદ્યોગને વધુ મજબૂત અને સફળતા અપાવશે. દીવના બીચ અહીં આવતા દરેક પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ બીચ બની રહ્યા છે. ત્યારે રવિવારે તેને પર્યાવરણની દૃષ્ટિએ પણ સંપૂર્ણપણે સ્વસ્થ અને સ્વચ્છ બીચ હોવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. ત્યારે આગામી દિવસોમાં આ સર્ટિફિકેટ દીવના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવવાની દિશામાં મહત્વનું પુરવાર સાબિત થશે.
જિલ્લા કલેક્ટરે ટ્વીટર પર ખુશી વ્યક્ત કરી