- સંઘપ્રદેશ દીવના નાગવા બીચ પર પેરા સેલિંગ વખતે સર્જાયો અકસ્માત
- પેરા સેલિંગનું દોરડું તૂટી જતાં દંપતી ખાબક્યું દરિયામાં
- લાઈફ જેકેટ પહેરેલું હોવાને કારણે દંપતીનો થયો ચમત્કારિક બચાવ
દીવ: સંઘ પ્રદેશ દીવમાં વેકેશન અને રજાના દિવસો ચાલી રહ્યા છે. નાગવા બીચ (Diu Nagoa beach) પર રવિવારે પેરા સેલિંગ (parasailing)ની મજા લઇ રહેલું એક દંપતી મોટા અકસ્માત (Accident) નો ભોગ બન્યું હતું. જેમાં સાંજના સમયે પેરા સેલિંગની મજા માણી રહેલા દંપતી અચાનક પેરા સેલિંગનું દોરડું તૂટી જતા બન્ને દીવના દરિયામાં ખાબક્યા હતા. સદનસિબે દંપતીએ લાઈફ જેકેટ પહેરેલું હોવાને કારણે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો.
દીવના નાગવા બીચ પર પેરા સેલિંગ વખતે સર્જાયો અકસ્માત આ પણ વાંચો:દર્દીઓને ઈમરજન્સીમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્નારા એર એમ્બ્યુલન્સ કરાશે શરૂ
અકસ્માતમાં હેમખેમ બચી ગયેલા અજિતભાઈએ પોતાની આપવીતી જણાવી
પેરા સેલિંગ વખતે સર્જાયેલા અકસ્માત બાદ અજિતભાઈએ પેરા સેલિંગ (parasailing) ના અકસ્માત (Accident) ને લઈને પોતાની આપવીતી જણાવી હતી. પેરા સેલિગ પહેલાં જ દોરડું તુટી ગયું હોવાની ફરિયાદ પેરા સેલિંગના સંચાલકને તેમણે કરી હતી પરંતુ આ દોરડું તેમના પેરા સેલિગની સાથે નથી જોડાયેલું તેમ કહીને અજીતભાઈને પેરાસેલિગની યાત્રા કરવા માટે મોકલ્યા હતા. જે બાદ થોડા જ સમયમાં દોરડું તુટતા પતિ- પત્ની બન્ને દીવના દરિયામાં ખાબક્યા હતા. જેને લાઇફ સેવિંગ જેકેટ અને બોટના સહારે બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ જે પ્રકારે આ પ્રકારની ગંભીર બેદરકારી પેરા સેલિગ (Accident while parasailing) ના સંચાલકોએ આદરી છે તેને લઈને એક દંપતી મોટા અકસ્માતનો ભોગ બનતા રહી ગયું હતું. જોકે આ સમગ્ર મામલાને લઇને હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ થઈ ન હતી
દીવના નાગવા બીચ પર પેરા સેલિંગ વખતે સર્જાયો અકસ્માત આ પણ વાંચો: કોઈ શું ખાય એનાથી મને કોઈ મતલબ નથી: નોનવેજ પ્રતિબંધ પર ગુજરાતના મુખ્યપ્રધાનનું નિવેદન