ગુજરાત

gujarat

ETV Bharat / city

સંઘ પ્રદેશ દીવમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા - Police Department

સંઘ પ્રદેશ દીવમાં શુક્રવારે વધુ 2 કોરોનાના કેસ નોંધાયા છે. દીવમાં છેલ્લા એક પખવાડિયામાં આજના કેસ મળીને કુલ 5 કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે, જેને લઇ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વહીવટી તંત્રએ સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી તમામ ગતિવિધિ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

Union Territory of Diu
સંઘ પ્રદેશ દીવમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા

By

Published : Jun 19, 2020, 9:25 PM IST

દીવ: સંઘ પ્રદેશ દીવમાં શુક્રવારે વધુ 2 કોરોનાના કેસ નોંધાયા છે. દીવમાં છેલ્લા એક પખવાડિયામાં આજના કેસ મળીને કુલ 5 કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે, જેને લઇ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વહીવટી તંત્રએ સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી તમામ ગતિવિધિ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

દીવમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, છેલ્લા પખવાડિયામાં 5 કેસ નોંધાયા

છેલ્લા એક પખવાડિયામાં સંઘ પ્રદેશ દીવમાં 5 કેસ નોંધાતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. શુક્રવારે દિવના ઘોઘલા અને સારા નગરમાં રહેતા 2 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરોગ્યના અધિકારીઓએ તે વિસ્તારમાં જઈ તમામ પ્રકારની ગતિવિધિઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.

સંઘ પ્રદેશ દીવમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા

કોરોનાના કેસમાં વધારો થતા શહેરમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ આવેલા તમામ દર્દીઓ મુંબઈ થી દીવ આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

સંઘ પ્રદેશ દીવમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા

જ્યારથી અનલોક-1નો તબક્કો શરૂ થયો છે, ત્યારથી કોરોના સંક્રમિત રેડ ઝોન વિસ્તારમાંથી દીવમાં કેટલાક લોકો આવી રહ્યાં છે જેને લઇ દીવમાં કોરોના સંક્રમણના કેસ જોવા મળી રહ્યાં છે. જેથી સ્થાનિકોમાં પણ ભય જોવા મળી રહ્યોં છે.

ABOUT THE AUTHOR

...view details