ગુજરાત

gujarat

By

Published : Aug 9, 2021, 4:03 PM IST

ETV Bharat / city

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ઉજવાયો વિશ્વ આદિવાસી દિવસ

વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા(Bhupendrasinh Chudasama)ની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસ(World Tribal Day )ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજપીપળા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani)એ કરેલા બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ખાતમુર્હતનું જીવંત પ્રસારણ જોઈ ભુપેન્દ્રસિંહે સરકારની 5 વર્ષની વિકાસગાથા રજૂ કરી વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી ભાઈઓને શુભકામના પાઠવી હતી.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

  • ભિલાડ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ
  • શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રહ્યા ઉપસ્થિત
  • આદિવાસી સમાજના લાભાર્થી ભાઈઓ-બહેનોને કર્યા લાભાન્વિત

વલસાડ: ભિલાડ ખાતે વિશ્વ આદિવાસી દિવસ(World Tribal Day )ની ઉજવણી માટે ઉપસ્થિત રહેલા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા(Bhupendrasinh Chudasama)ના હસ્તે આદિવાસી સમાજના ભાઈઓ-બહેનોને જંગલની જમીનના હક્ક, ખેતી વાડીના ઓઝારો, અવાસની રકમના ચેક સહિતના લાભો આપી ભાજપ સરકારે કરેલા વિકાસના કાર્યોની ગાથા રજૂ કરી હતી.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

આ પણ વાંચો- શાળાઓને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા SOP જાહેર

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day )તરીકે મનાવવામાં આવે છે. ગુજરાતમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના વિસ્તારમાં 14 જિલ્લાના 53 તાલુકાઓ આદિવાસી વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાં 90 લાખ આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આદિવાસી ભાઈઓ-બહેનોને ખેતીના ઓઝારો, રોજગારીના સાધનો, જંગલ જમીનમાં ખેતીના હકપત્રો, જિલ્લામાં શિક્ષણક્ષેત્રે નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી.

વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવી

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(Bhupendrasinh Chudasama)એ આ પ્રસંગે સૌ પ્રથમ ગુજરાતના રાજપીપળા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani)ના હસ્તે ખાતમુર્હત થયેલી બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જે બાદ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારે 25 વર્ષમાં અનેકક્ષેત્રે વિકાસ કર્યો છે. એમાં પણ હાલના પાંચ વર્ષમાં દરેકે ક્ષેત્રે કરેલા વિકાસને ધ્યાને રાખી 1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી વિશેષ સેવાયજ્ઞની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નવ દિવસમાં રાજ્યમાં કરોડોના વિકાસના કામોના ખાતમુર્હત અને લોકાર્પણ કરવામાં આવ્યાં છે.

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ઉજવાયો વિશ્વ આદિવાસી દિવસ

રાજ્યમાં આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે સરકારે અનેક કાર્યો કર્યા

ભુપેન્દ્રસિંહ સિંહ ચુડાસમાએ વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day )અંતર્ગત જણાવ્યું હતું કે, રાજ્યમાં આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે સરકારે અનેક કાર્યો કર્યા છે. ગોધરામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ઉભી કરી છે. હાલમાં રાજપીપળા ખાતે મુખ્યપ્રધાને 341 કરોડમાં તૈયાર થનાર બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુર્હત કર્યું છે.

પ્રાઇવેટ-ગ્રાન્ટેડ શાળા-કોલેજકોઈને અન્યાય નહિ થાય

રાજ્યમાં પ્રાઇવેટ શાળા-કોલેજ અને ગ્રાન્ટેડ શાળા કોલેજને લઈને ચાલી રહેલા વિવાદ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમા(Bhupendrasinh Chudasama)એ ખાતરી આપી હતી કે, તેમાં કોઈને પણ અન્યાય નહિ થાય, શાળા કોલેજોમાં નવા ઓરડાના અને નવી શાળાના નિર્માણમાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા થતા કામની ગુણવત્તા અને સમયસર કામ પૂર્ણ થાય તે માટે તેમનો વિભાગ કટિબદ્ધ હોવાનું અને જરૂર પડ્યે ગુણવત્તા બાબતે પગલાં પણ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ઉજવાયો વિશ્વ આદિવાસી દિવસ

આ પણ વાંચો-ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન

તબક્કાવાર શરૂ થશે ઓફલાઇન શાળા શિક્ષણ

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં ઓફલાઇન શિક્ષણને તબક્કાવાર શરૂ કરવાનું જણાવતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા(Bhupendrasinh Chudasama)ના હસ્તે લાભાર્થીઓને રોકડ રકમના ચેક સહિત જરૂરી સાધન સામગ્રી આપી લાભાન્વિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેક્ટર, પારડી ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત પક્ષના હોદ્દેદારો, સરકારી અધિકારીઓ અને કાર્યકરો સાથે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details