ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ - ગુજરાત

ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીને લઈને રવિવારે ચાલી રહેલા મતદાનમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નગરપાલિકાના તમામ 7 વોર્ડના 22 મતદાન મથકો પર મતદારોએ લાંબી કતાર લગાવી હતી.

Umargam
Umargam

By

Published : Feb 28, 2021, 4:29 PM IST

  • ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ
  • ટાઉન વિસ્તારના મુખ્ય માર્ગો પર ભીડ જોવા મળી
  • દરેક મતદાન મથક પર હોદ્દેદારો, કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં

વલસાડ: ઉમરગામ નગરપાલિકામાં ટાઉન વિસ્તારના મુખ્ય માર્ગો પર ભીડ જોવા મળી હતી અને દરેક મતદાન મથક પર પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપના કન્વીનર ટીનુ બારીએ જણાવ્યું હતું કે, આ મતદાનમાં તેમની સામે કોઈ હરીફ નથી. મતદારો ભાજપ સાથે છે અને તમામ વોર્ડમાં બહુમત મેળવીશું.

મતદારોએ સારા, શિક્ષિત ઉમેદવારને પોતાનો મત આપ્યો હોવાનુ જણાવ્યુ

મતદાન મથકે મતદાન કરવા આવનારા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદારોએ સારા ઉમેદવાર, શિક્ષિત ઉમેદવારને પોતાનો મત આપ્યો હોવાનું જણાવ્યું હતું. જે પ્રજાના કર્યો કરે, વિકાસના કાર્ય કરે તેવા ઉમેદવાર જ ચૂંટણી જીતે તેવી આશા વ્યક્ત કરી હતી.

ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ બતાવ્યો ઉત્સાહ

ABOUT THE AUTHOR

...view details