વાપી GIDC માં આવેલ શક્તિ બાયો સાયન્સ કંપનીમાં ભીષણ આગ - વાપી GIDC માં આવેલ શક્તિ બાયો સાયન્સ કંપનીમાં ભીષણ આગ
વાપી GIDC માં આવેલ શક્તિ બાયો સાયન્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જેમાં પોલીસ અને ફાયરની ટીમે આગને બુઝાવવા અને લોકોને દૂર રાખવાની કવાયત હાથ ધરી છે.
વાપી
વાપી : GIDC માં આવેલ શક્તિ બાયો સાયન્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કંપનીની આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા છે. કંપનીમાં કેમિકલ પ્રોડક્ટ્સ અને જ્વલનશીલ પદાર્થનો સ્ટોક હોય તેના ડ્રમ ધડાકા ભેર ફાટયા છે. આગમાં હાલ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વિકરાળ આગને કારણે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો છે.