ગુજરાત

gujarat

ETV Bharat / city

વાપી GIDCમાં કામ કરતા કામદારોમાં 100 ટકા વેક્સિનેશનનો VIAનો નીર્ધાર - Vapi Breaking News

વાપી GIDCમાં કામ કરતા કામદારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા વાપી GIDCમાં કાર્યરત 2000 જેટલા ઉદ્યોગોમાં કામ કરતા કામદારો માટે વેક્સિનેશન અંગે જાગૃત બની અત્યાર સુધીમાં 65 ટકા જેટલા કામદારોને સરકારી અથવા તો ઉદ્યોગોએ પોતાના ખર્ચે વેક્સિનના ડોઝ પુરા પાડ્યા છે. આ અંગે VIA અને ઉદ્યોગપતિઓએ આવનારા દિવસોમાં વાપીના ઉદ્યોગોમાં કામ કરતા કામદારોમાં 100 ટકા વેક્સિનેશનનો નીર્ધાર વ્યક્ત કર્યો છે.

Gujarat News
Gujarat News

By

Published : Jun 24, 2021, 10:35 PM IST

  • વાપીમાં કામદારો માટે વેક્સિનેશન અભિયાન
  • ઉદ્યોગોમાં 65 ટકા કામદારોનું સફળ વેક્સિનેશન
  • આવનારા દિવસોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવાનો નીર્ધાર

વલસાડ : વાપી સહિત સમગ્ર દેશમાં કોરોનાની પ્રથમ લહેર (corona first wave)માં ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને અનેક સમસ્યા હતી. જેનું સમાધાન નહોતું. જ્યારે બીજી લહેરમાં સમસ્યા છે. તો વેક્સિનરૂપી સમાધાન પણ છે. જેને ધ્યાને રાખી વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને મોટા ઔદ્યોગિક એકમોએ ઉદ્યોગો (industries)માં કામ કરતા 80,000 જેટલા કામદારોને વેક્સિનેશન મળે તે માટે જાગૃત (awake) બની અત્યાર સુધીમાં 65 ટકા જેટલા કામદારોને વેક્સિનના ડોઝ (dosage) પુરા પાડ્યા છે. આ અંગે વાપીના ઉદ્યોગપતિઓએ અને VIA ના પ્રમુખે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી વિગતો આપી હતી.

વાપીના ઉદ્યોગોમાં કામ કરતા કામદારોમાં 100 ટકા વેક્સિનેશનનો VIAનો નીર્ધાર

બીજી લહેરમાં વેક્સિનની શોધ ખૂબ જ લાભદાયી નીવડી

જિલ્લામાં વાપી GIDC એ સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. આ વસાહતમાં અંદાજીત 2000 જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે. જેમાં 80,000 જેટલા કામદારો અલગ અલગ રાજ્યમાંથી આવીને રોજીરોટી મેળવી રહ્યા છે. કોરોના કાળની પ્રથમ લહેરમાં આ કામદારોએ અને ઉદ્યોગોએ અનેક સમસ્યાનો સામનો કર્યો હતો. જોકે કોરોના મહામારી (corona epidemic)ની બીજી લહેરમાં વેક્સિનની શોધ ખૂબ જ લાભદાયી નીવડી રહી છે.

વાપીના ઉદ્યોગોમાં કામ કરતા કામદારોમાં 100 ટકા વેક્સિનેશનનો VIAનો નીર્ધાર

વાપી GIDCમાં દેશના વિવિધ રાજ્યમાંથી આવેલા કામદારો કામ કરે છે

આ અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના પ્રમુખ કમલેશ પટેલે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વાપી GIDCમાં કેમિકલ, ફાર્મા, પેપર, પેકેજીંગ, એન્જીનીયરીંગ, ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોમાં દેશના વિવિધ રાજ્યમાંથી આવેલા કામદારો કામ કરે છે. કોરોના મહામારી સામે આવા કામદારોનું અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે દરેક ઉદ્યોગ સંચાલકોએ અને એસોસિએશને ખાસ જાગૃતિ બતાવી છે. આ જાગૃતિ હેઠળ દરેક ઉદ્યોગોમાં કામ કરતા કામદારો પૈકી 65 ટકા જેટલા કામદારોને પ્રથમ વેક્સિનનનો ડોઝ અપાવવામાં સફળતા મળી છે. જ્યારે 25 ટકા જેટલા કામદારોએ તો બન્ને ડોઝ પુરા કરી લીધા છે.

વાપીના ઉદ્યોગોમાં કામ કરતા કામદારોમાં 100 ટકા વેક્સિનેશનનો VIAનો નીર્ધાર

VIA હોલ ખાતેના કેમ્પમાં 7300 લોકોએ ડોઝ લીધા

કમલેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારો પ્રયત્ન 100 ટકા સફળતા મેળવવાનો છે. જે માટે ઉદ્યોગપતિઓ અને એસોસિએશન સતત પ્રયત્નશીલ છે. VIA દ્વારા વાપી GIDCના કામદારો જ નહીં, પરંતુ વાપી તાલુકામાં રહેતા દરેક પરિવાર લના સભ્યને કોરોના વેક્સિનના ડોઝ મળી રહે તે માટે પણ ખાસ કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં અત્યાર સુધીમાં 7300 જેટલા લોકોએ વેક્સિનનના ડોઝ લીધા છે.

આ પણ વાંચો : Covaxin ત્રીજા ચરણના ટ્રાયલમાં 77.8 ટકા પ્રભાવશાળી

પોતાના ખર્ચે વેક્સિન ખરીદી કામદારોને આપી

આ કામગીરીમાં આરતી, UPL, હ્યુબર, રિક્ટર થેમિસ જેવા મોટા ગજાના ઔદ્યોગિક એકમોએ તો સરકારી ફ્રી વેક્સિન ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાંથી પોતાના ખર્ચે વેક્સિન ખરીદી તેમના કામદારોને વેક્સિનના ડોઝ આપ્યા છે. આ અંગે આરતી ઇન્ડસ્ટ્રીઝના ડેપ્યૂટી મેનેજર હેમાંગ નાયકે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષ કોરોનાની પ્રથમ લહેરમાં ઉદ્યોગજગત માટે કપરું ગયું હતું. તે વર્ષે સમસ્યાનું સમાધાન નહોતી, પરંતુ આ વર્ષે સમસ્યા છે તો વેક્સિનરૂપી સમાધાન પણ છે. જેથી સરકારે જેવા 18થી 45 વર્ષના લોકો માટે વેક્સિનેશનની પ્રક્રિયા આરંભી તે સાથે જ ઉદ્યોગોમાં કામ કરતા કામદારો માટે ઉદ્યોગોમાં જ ખાસ કેમ્પ કરી વેક્સિનના ડોઝ પુરા પાડવામાં આવી રહ્યા છે. આ માટે સરકારી વેક્સિન ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાંથી વેક્સિનની ખરીદી કરીને પણ કામદારોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં છે.

વાપીના ઉદ્યોગોમાં કામ કરતા કામદારોમાં 100 ટકા વેક્સિનેશનનો VIAનો નીર્ધાર

આ પણ વાંચો : survey: ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ 81 ટકા મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી

આરતી ઇન્ડસ્ટ્રીઝમાં 100 ટકા વેક્સિનેશન

VIA અને ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે, જે મોટા એકમો છે જેવા કે આરતી ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં 4500 કેટલા કામદારો કામ કરી રહ્યા છે. તેવા તમામ એકમોમાં 90 ટકા જેટલા કામદારોને પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે. જ્યારે આગામી મહિનાની આખર સુધીમાં બીજો ડોઝ પણ અપાઈ જશે. એસોસિએશને કોરોના સામેના વેક્સિનેશન અભિયાનમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનો નિર્ધાર સેવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details