વાપી: વલસાડ જિલ્લામાં મંગળવારે વધુ 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જિલ્લામાં કોરોના થી 1નું મૃત્યુ થયું છે. તો 5 દર્દીઓને રજા અપાઈ છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 809 થઈ ચૂકી છે. જેમાંથી 144 સારવાર હેઠળ છે. 578 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
વલસાડ જિલ્લાના તાલુકા મુજબ કોરોના પોઝિટિવ દર્દીઓની વિગતો જોઈએ તો વલસાડ તાલુકામાં કુલ 249 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 47 સારવાર હેઠળ, 179 સ્વસ્થ થયા છે તો 23ના મોત થયા છે. પારડી તાલુકામાં કુલ 112 દર્દીઓમાંથી 25 સારવાર હેઠળ છે જ્યારે 73ને રજા આપવામાં આવી છે, 14 મોત થયા છે.
વાપી તાલુકામાં સૌથી વધુ 317 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી હાલ માત્ર 33 દર્દીઓ જ સારવાર હેઠળ છે. 244 સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 40 દર્દીઓ મોતને ભેટ્યા છે. ઉમરગામ તાલુકામાં 70 દર્દીઓમાંથી 20 સારવાર હેઠળ, 41 સ્વસ્થ, 9ના મોત થયા છે. ધરમપુર તાલુકામાં 21 દર્દીઓમાંથી માત્ર 1 દર્દી સારવાર હેઠળ છે. તો એકનું મોત થયું છે. જ્યારે 19 દર્દીઓ સ્વસ્થ થયા છે. કપરાડા તાલુકામાં કુલ 40 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. કપરાડાના 18 દર્દીઓ સારવાર હેઠળ છે. 22 દર્દીઓને સારવારમાંથી રજા અપાઈ ચુકી છે.