વાપી: દક્ષિણ ગુજરાતમાં આવેલું દમણ બુટલેગરો માટે હોટ ફેવરિટ છે. દમણમાંથી કરોડો રૂપિયાના ગેરકાયદેર દારૂની હેરફેરની ઘટનાઓ લગભગ દરરોજ સામે આવે છે. આ હેરફેર લોકડાઉનમાં પણ અવિરત રહી હતી અને હાલમાં પણ ચાલુ હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. વાપી પોલીસે બાતમીના આધારે એક આઈશર ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરતા ટેમ્પામાં વેસ્ટ કપડાંની આડમાં 4,93,200 રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. જે સુરત તરફ લઈ જવાઈ રહ્યો હતો.
વાપી પોલીસે દમણથી સુરત લઇ જવાતો 4.93 લાખનો દારૂ પકડી પાડ્યો - dry state gujarat
'ડ્રાય સ્ટેટ' ગુજરાતમાં દારૂની હેરફેરની વધુ એક ઘટના સામે આવી છે. લોકડાઉન દરમિયાન ગુજરાતના લોકોને ભલે દમણમાં પ્રવેશ નહોતો અપાયો પરંતુ દમણમાંથી ગુજરાતમાં દારૂ તો આવતો જ હતો. ત્યારે દમણિયા દારૂનો આ વેપલો હજુ પણ એટલો જ પુરજોશમાં ચાલી રહ્યો છે. વાપીમાં પોલીસે દમણથી સુરત તરફ લઇ જવાતો 4.93 લાખનો દારૂ ઝડપ્યો હતો.
વાપી પોલીસે દમણથી સુરત લઇ જવાતો 4.93 લાખનો દારૂ પકડ્યો
પોલીસે કાર્યવાહીમાં ટેમ્પામાં રહેલા 4,93,200 રૂપિયાની કિંમતનો બિયર તેમજ વિસ્કીનો જથ્થો ઉપરાંત 5 લાખ ટેમ્પાની કિંમત ગણી કુલ 9,93,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ આ દારૂના જથ્થાને સુરત તરફ લઈ જનાર ટેમ્પો ચાલક પંજાબસિંહની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ટેમ્પાની નંબર પ્લેટ પણ ગુજરાત અને મહારાષ્ટ્ર પાર્સિંગની હતી અને તે ડુપ્લીકેટ હતી.