ગુજરાત

gujarat

ETV Bharat / city

મિથેનોલના એક પણ ટીપાંનો દુરુપયોગ ન થાય તે દિશામાં પોલીસની કામગીરી

વાપી જિલ્લામાં આવેલી GIDCના વિવિધ એકમોમાં વિવિધ પ્રોડક્ટમાં મિથેનોલનો ઉપયોગ (Use of Methanol in Vapi GIDC) થાય છે. ત્યારે પોલીસે અહીંના ઉદ્યોગકારો સાથે બેઠક કરી જરૂરી સૂચનો (Vapi GIDC and Police Meeting) આપ્યા હતા. સાથે જ પોલીસે મિથેનોલના વપરાશ અંગેની માહિતી મેળવી હતી.

મિથેનોલના એક પણ ટીપાંનો દુરુપયોગ ન થાય તે દિશામાં પોલીસની કામગીરી
મિથેનોલના એક પણ ટીપાંનો દુરુપયોગ ન થાય તે દિશામાં પોલીસની કામગીરી

By

Published : Jul 30, 2022, 2:42 PM IST

Updated : Jul 30, 2022, 3:23 PM IST

વાપીઃ રાજ્યમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડમાં (Botad Latha Kand Case) મિથેનોલ નામનું ઝેરી કેમિકલ ઉપયોગમાં લેવાયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વાપી GIDCમાં વિવિધ ઉત્પાદનો માટે આ કેમિકલ મગાવતા ઉદ્યોગકારો સાથે વાપી ડિવિઝનના ASP, પોલીસ સ્ટેશનના PIએ એક બેઠકનું (Vapi GIDC and Police Meeting) આયોજન કર્યું હતું. સાથે જ તેમણે વિવિધ સૂચનો સાથે આવા એકમો પાસેથી મિથેનોલના વપરાશ અંગેની વિગતો મેળવી હતી.

એકલા વાપીમાં જ 70 એકમ -વલસાડ જિલ્લામાં આવેલી વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC સહિત જિલ્લામાં 100 જેટલા એકમો મિથેનોલનો વિવિધ પ્રોડક્ટમાં ઉપયોગ કરે છે. એકલા વાપી GIDCમાં જ 70 જેટલા એકમો મિથેનોલ વપરાશકર્તા છે. વલસાડ જિલ્લામાં દર મહિને સરેરાશ 15,00,000 લિટર મિથિનોલનો વપરાશ થાય છે.

VIA ખાતે યોજાઈ બેઠક

અહીં થાય છે મિથેનોલનો ઉપયોગ - એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તરીકે ગણાતા વાપી અને વલસાડમાં કેમિકલના ઉત્પાદન સાથે સંકળાયેલા એકમોની મોટી સંખ્યા છે. જિલ્લામાં વાપી, સરીગામ, ઉમરગામ, ગુંદલાવમાં 100 જેટલા એકમો મિથેનોલનો વપરાશ કરે છે. આમાંથી 12 મોટા એકમોનો સમાવેશ થાય છે. તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ, 10 જેટલા એકમો દર મહિને સરેરાશ 1-1 લાખ લિટર મિથેનોલનો વપરાશ કરે છે, જે કુલ 10,00,000 લિટર થાય છે.

VIA ખાતે યોજાઈ બેઠક - અન્ય 90 એકમો મળી 4,50,000 લિટરનો વપરાશ કરે છે. આમાં 70 એકમો વાપી GIDCમાં કાર્યરત્ હોવાથી તે તમામ એકમોના સંચાલકોને VIA ખાતે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાએ (Vapi ASP Sripal Sesma) મિથેનોલની SOP અંગે (SOP on Use of Methanol in Vapi) તેમ જ તેના વપરાશ અંગે ચર્ચા કરી વિગતો મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.

મિથેનોલ વપરાશકર્તાઓએ આપી ખાતરી

આ પણ વાંચો-શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!

મિથેનોલનો દુરુપયોગ ન થાય તે માટે સતર્ક રહેવા સૂચન -જિલ્લામાં મિથેનોલનું ઉત્પાદન કરતી ફેકટરીઓની સામે તેનો વપરાશ કરતી કંપનીઓ વધારે છે. મિથેનોલનો વપરાશ કરતી કંપનીઓને મિથેનોલના જથ્થાનો હિસાબ રાખવો ફરજિયાત છે. તો બોટાદમાં લઠ્ઠાંકાડ (Botad Latha Kand Case) બાદ વલસાડ જિલ્લા પોલીસ, નશાબંધી વિભાગ અને વહિવટી તંત્ર મિથેનોલ વપરાશકર્તા પર વોચ રાખી રહ્યું છે. આ અંગે મહત્વના સૂચનો આપવા સાથે કેટલીક જરૂરી વિગતો ઉદ્યોગકારો પાસેથી મેળવવામાં આવી હોવાનું ASP શ્રીપાલ શેષમાએ (Vapi ASP Sripal Sesma) જણાવ્યું હતું.

મિથેનોલનો ઉપયોગ ઝેરી દારૂ બનાવવામાં થાય છે - તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો મિથેનોલનો ઉપયોગ દારૂ બનાવવામાં કરે છે, જે ઝેર છે અને તે પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. VIA હૉલ ખાતે વાપી GIDC, ડુંગરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર, SOG, LCBના પોલીસ ઈન્સ્પેકટર સાથે ASPએ જરૂરી વિગતો એકઠી કરવા સાથે તેનો દૂરુપયોગ ન થાય તે માટે સતર્ક રહેવા સૂચન (Vapi GIDC and Police Meeting) કર્યું હતું.

આ પણ વાંચો-આ રીતે કેમિકલ બન્યું દેશી દારૂ, અને અત્યાર સુધી લીધા 39ના ભોગ

મિથેનોલ વપરાશકર્તાઓએ આપી ખાતરી -આ બેઠક પછી વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના (Vapi Industries Association) પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વાપીમાં 70 જેટલા એવા એકમો છે, જે મિથેનોલનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે ફાર્મા કંપનીઓ, ઈન્ક બનાવતી કંપનીઓ, તેમ જ પેઈન્ટ બનાવતી કંપનીઓમાં તેનો ઉપયોગ થાય છે, જે એકમોના સંચાલકોએ ખાતરી આપી હતી કે, તેઓ આ અંગે સતર્ક રહી. તેનો ક્યાંય દુરુપયોગ (Warning about misuse of methanol) ન થાય એ માટે જે જથ્થો આવશે. તેના સ્ટોક અંગેનો ડેટા રાખવા સાથે ઉપયોગ કેટલો થયો તે તમામ ડેટા જાળવતા આવ્યાં છે. તેમ આગળ પણ જાળવતા રહેશે. તો જે ટેન્કર મારફતે મિથેનોલનો જથ્થો આવશે. તે વાહનનું પણ GPS હેઠળ સતત મોનિટરીંગ કરવામાં આવશે.

મિથેનોલના વપરાશ-ઉત્પાદનમાં ગુજરાત પહેલાથી કડક -વાપી GIDCના એકમો સહિત જિલ્લાના અને સમગ્ર દેશના વિવિધ ઉદ્યોગોમાં વપરાતા મિથેનોલ (Use of Methanol in Vapi GIDC) અંગે વાપીની ખાનગી કંપનીના સુરેશ પટેલે ટેલિફોનિક વિગતો આપતા જણાવ્યું હતું કે, મિથેનોલના વપરાશ અને ઉત્પાદન અંગે ગુજરાતમાં પહેલેથી જ કડક કાયદા છે. સુગર ફેક્ટરીઓ અને કેટલાક ઉદ્યોગો દ્વારા મિથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે, જેનું વાપી જેવા ઔદ્યોગિક એકમોમાં સપ્લાય કરવામાં આવે છે. વાપીમાં ગુજરાતમાંથી તેમ જ વિદેશથી પણ મિથેનોલ મગાવવામાં આવે છે. તે ટેન્કર મારફતે મોકલવામાં આવે છે, જે દરમિયાન તેમાં રહેલા મિથેનોલના એક લિટરનો પણ ક્યાંય દુરુપયોગ ન થાય એ તકેદારી (Warning about misuse of methanol) રખાય છે.

સિલ ખોલતા પહેલા કરાય છે અવગત - જે એકમમાં મિથેનોલનો જથ્થો આવે ત્યારે તેના સિલને ખોલતા પહેલાં સ્થાનિક પ્રોહિબિશન શાખાને અવગત કરવામાં આવે છે. જેમના એક કર્મચારીની હાજરીમાં સમય, તારીખ, કુલ જથ્થો, ક્યાંથી આવ્યો. તે તમામ વિગતોની નોંધ કરી તે બાદ સિલ ખોલી જથ્થો ઠાલવવામાં આવે છે. જે બાદ તે જથ્થો કેટલો વપરાયો, ક્યાં ઉત્પાદનમાં વપરાયો, કેટલા પ્રમાણ માપે વપરાયો તેનો લિટર ટૂ લિટરનો ડે ટૂ ડેનો ડેટા સંચાલકે રાખવો ફરજિયાત છે. જ્યારે વેસ્ટ થતા મિથેનોલ અંગે GPCBને અવગત કરી તેની ગાઈડલાઈન (SOP on Use of Methanol in Vapi) મુજબ તેનો નાશ કરવામાં આવે છે.

લઠ્ઠાકાંડે અનેક ઉત્પાદનોમાં ઉપયોગી ગણાતા મિથેનોલને વિલનરૂપે ચિતર્યું -સામાન્ય રીતે મિથેનોલ એક આલ્કોહોલિક કેમિકલ છે. 100 ટકા શુદ્ધ મિથેનોલ માત્ર ફાર્મા કંપનીઓમાં વપરાય છે. જ્યારે ઈન્ક, પેઇન્ટ્સ, પરફ્યૂમ, કોસ્મેટિક્સ અને કેટલાક કેમિકલના ઉત્પાદનમાં શુદ્ધતા આંક જેતે ઉત્પાદન મુજબ નક્કી કરવામાં આવે છે. વર્ષોથી તેનું સરકારના કડક કાયદાના નિયંત્રણ હેઠળ વપરાશ અને ઉત્પાદન થાય છે. જોકે, ક્યારેક જે ટેન્કરમાં મિથેનોલ આવ્યું હોય. તે ટેન્કરમાં થોડું ઘણું બચી જાય છે. ત્યારબાદ તે ટેન્કરને વૉશ કરવા લઈ જતી વખતે પાણી સાથે બહાર નીકળી આવે છે. જે શુદ્ધ નથી ભેળસેળયુક્ત છે અને તેને આવા ટેન્કરચાલકો કે વૉશ સર્વિસવાળા બારોબર કોઈને વેચી દે છે. આનો ઉપયોગ તે બાદ દેશી દારૂમાં કે અન્ય નશાકારક ચીજવસ્તુઓમાં કરે છે. તેવું અનુમાન વપરાશકર્તાઓ લગાવી રહ્યા છે. જોકે, હાલ તો બોટાદની ઘટનાએ અનેક ઉત્પાદનોમાં ઉપયોગી ગણાતા મિથેનોલ ને વિલેનરૂપે ચિતરી નાખ્યું છે.

Last Updated : Jul 30, 2022, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details