- ભાજપ ફરી સત્તા પર આવશે તેવો ઉમેદવારનો વિશ્વાસ
- આપ પાર્ટીએ રૂપિયા વેચતો વિડીયો વાયરલ કર્યો
- 43 બેઠકો માટે યોજાઈ રહ્યું છે મતદાન
વાપી: વાપીમાં ચાલી રહેલ પાલિકાના મતદાન (Vapi Municipality Election 2021) અંગે ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવાર અભય શાહે પોતાનો મત આપ્યો હતો. અભય શાહે પોતાની જીત અંગે જણાવ્યું હતું કે, મતદાન પહેલાના 15 દિવસ કેમ્પઈન કર્યું છે. મતદાન બુથ પર મતદારોનો સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:Vapi Municipality Election 2021: કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ
વાપીમાં વર્ષોથી ભાજપની સરકાર
વાપી નગરપાલિકાના મતદારો ભાજપ તરફી છે. વર્ષોથી અહીં ભાજપની સરકાર છે, આ વખતે ભાજપના સી. આર. પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોંગ્રેસ મુક્ત ભારતનું સંપનું છે, તેવી રીતે વાપીમાં પણ ભાજપની સત્તા બનશે. વાપીમાં હાલ તમામ બુથ પર મતદારોનો ઉત્સાહ છે, જે જોતા અમે તમામ 44 બેઠકો કબ્જે કરીશું તેવો વિશ્વાસ અભય શાહે વ્યક્ત કર્યો હતો.