- વાપીના ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું
- MSME સેક્ટર માટે બુસ્ટ સાબિત થશે બજેટ
- ફાર્મા સેક્ટર માટે વધુ લાભો અપાયા
વાપી: નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 1 ફેબ્રુઆરીએ સંસદમાં વર્ષ 2021/22નું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આ બજેટને લઈ શહેરના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોને બૂસ્ટ આપતી અનેક નવી જાહેરાતો બજેટમાં કરવામાં આવી છે. જેનાથી આગામી દિવસોમાં દેશ ખરા અર્થમાં આત્મનિર્ભર બની શકશે. MSME સેક્ટર, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે નવી વિશેષ જાહેરાતો વધુ ફાયદાકારક રહેશે. કૃષિક્ષેત્રે, આરોગ્યક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે અને ઉદ્યોગક્ષેત્રે આ બજેટમાં અનેક નવી જોગવાઈઓ કરવામાં આવી છે. જે આવકારદાયક છે.