- વાપીમાં યોજાયું હિન્દૂ જાગૃતિ સંમેલન
- હિન્દુમાંથી ખ્રિસ્તી બનેલા પરિવારોને ઘર વાપસી કરાવી
- VHP, બજરંગ દળના હોદ્દેદારો સભ્યો ચલાવી રહ્યા છે જાગૃતિ અભિયાન
વાપી: વાપીના સલવાવમાં આવેલ બાપા સીતારામની મઢુલી ખાતે હિન્દુ જાગૃતિ સંમેલન યોજાયું હતું. રવિવારે યોજાયેલા આ સંમેલનમાં સંતો મહંતો અને VHP, RSS સંગઠનના સભ્યોની ઉપસ્થિતિમાં 21 આદિવાસી પરિવારોની ઘરવાપસી કરાવવામાં આવી હતી.
વાપીમાં યોજાયું હિન્દૂ જાગૃતિ સંમેલન હિંદુ જાગૃતિ અને ઘર વાપસી સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત સંગઠન પ્રધાન અને મુખ્ય વક્તા વિક્રમ ભાટીએ જણાવ્યુ હતું કે, આદિવાસીઓને લોભ, લાલચ આપી ધર્મપરિવર્તન કરાવાઇ રહ્યું છે. માટે હિન્દુઓએ સંગઠિત રહી જાગૃત થવાની જરૂર છે. કોઇ પણ લોભ લાલચમાં આવ્યા વગર હિન્દુઓને એકતા જાળવી રાખવા આહવાન કર્યું હતું.
આ પણ વાંચો: Kargil Victory Day નિમિત્તે ગુજરાત NCCના કેડેટ્સ 25,000 શુભેચ્છા કાર્ડ ભારતીય સેનાના વીર જવાનોને પહોંચાડશે
21 પરિવારના 105 સભ્યોને ઘર વાપસી કરાવી
વાપી નજીક સલવાવ બાપા સીતારામ આશ્રમમાં રવિવારે સાંજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હાજર મહાનુભાવોએ આદિવાસી સમાજના લોકોને જાગૃત રહેવા અપીલ કરી હતી. આ સંમેલનમાં 21 આદિવાસી પરિવારોના 105 જેટલા સભ્યોને શાસ્ત્રોક વિધિ સાથે યજ્ઞ કરી હિન્દુવિધિથી ઘરવાપસી કરાવી હતી.
હિન્દુમાંથી ખ્રિસ્તી બનેલા પરિવારોને ઘર વાપસી કરાવી અનેક પ્રલોભનો આપી કરાવાય છે ધર્મ પરિવર્તન
વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં વર્ષોથી મોટાપાયે ધર્માંતરણ ની બદી ફેલાઈ છે. આ વિસ્તારમાં અનેક ગામમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા હિન્દૂ આદિવાસીઓ ને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવાય રહ્યો છે. ગામમાં ચર્ચ બનાવી તેમાં પ્રાર્થના કરાવાય રહી છે. મિશનરીવાળા આ માટે ગરીબ આદિવાસીઓને પૈસા, શિક્ષણ અને રોજગારીનું પ્રલોભન આપતા હોવાનું ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લેનાર આદિવાસીઓ જણાવ્યું હતું.
VHP, બજરંગ દળના હોદ્દેદારો સભ્યો ચલાવી રહ્યા છે જાગૃતિ અભિયાન આ પણ વાંચો: મહીસાગર: કડાણાના કડાણા રાઠડા-ચાંદરી બેટ ગામમાં રસીકરણ જાગૃતતા અભિયાન યોજાયું
હિન્દૂ ધર્મમાં ઘર વાપસી કરી ખુશી અનુભવી
ખ્રિસ્તી ધર્મમાંથી ફરી હિન્દૂ ધર્મ અપનાવનારા આ 21 પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી કે તેમને ઈસાઈ મિશનરીઓ દ્વારા બહેકાવવામાં આવ્યાં હતાં. પરન્તુ જાગૃત હિન્દૂ સંગઠનોએ તેમને જાગૃત કરી ફરી હિન્દૂ ધર્મ અપનાવવા જણાવ્યું હતું. એટલે ફરી હિન્દૂ ધર્મમાં ઘર વાપસી કરી ખુશી અનુભવીએ છીએ.
આદિવાસી વિસ્તારોમાં 21 આદિવાસી પરિવારોની હિંદુ ધર્મમાં ઘરવાપસી કરાવાઈ ઘર વાપસી કાર્યક્રમમાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા
હિન્દૂ સંગઠનો દ્વારા આયોજિત ઘર વાપસી કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ ના દક્ષિણ ગુજરાત પ્રાંત કોષાધ્યક્ષ જિનેશ નહાર, વિહિપ દક્ષિણ ગુજરાત પ્રાંત ધર્મ પ્રસાર સહમંત્રી અમિત પટેલ, પારડી ધારાસભ્ય અને કનુભાઇ દેસાઇ, VIA પ્રમુખ કમલેશ પટેલ સહિતના મહાનુભાવો તેમજ બજરંગદળનાં હોદેદારો, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં.
21 પરિવારના 105 સભ્યોને ઘર વાપસી કરાવી