વલસાડકપરાડા તાલુકાના કોલ વેરા ગામે પિતરાઈ ભાઈઓ વચ્ચે ચાલતા જમીનના જૂના ઝઘડામાં કરૂણ અંત આવ્યો છે. અહીં એક યુવક પૂત્રી સાથે શાકભાજી લેવા ગયો હતો. ત્યારે તેના પિતરાઈ ભાઈએ તેની પર કુહાડીથી હુમલો કરી તેની જાહેરમાં હત્યા કરી નાખી (Valsad Crime News) હતી. જોકે, હત્યા કર્યા બાદ આરોપી પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
છેલ્લા 2 ત્રણ વર્ષથી જમીનનો ઝઘડો ચાલી આવે છેકપરાડા તાલુકાના કોલ વેરા ગામના મૂળ ગામ ફળિયામાં રહેતા સમીર રાજીરામભાઈ શાનગરા અને રતિલાલ ગંગારામભાઈ વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલી (land dispute case in valsad) આવે છે, જેમાં સરપંચો તેમ જ કેટલાક અગ્રણીઓ વચ્ચે પડીને અગાઉ પંચોની બેઠક પણ મળી હતી, પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહતો. આ સમસ્યા ઠેરની ઠેર રહેતા બંને પરિવારો વચ્ચે જમીનના (land dispute case in valsad) ઝઘડાને લઈને વેર ઝેર સર્જાયું હતુંં.
પૂત્રી સાથે શાકભાજી લેવા ગયેલા સમીરભાઈ પર કુહાડીના ઘા માર્યામૃતક સમીર રાજીરામ સાનગરા મોડી સાંજે નાની પૂત્રીને લઈ શાકભાજી લેવા ગયા હતા. ત્યારબાદ ઘરે પરત આવતા વખતે આરોપી રતિલાલ ગંગારામે તેના માથા પર કુહાડીના 6 ફટકા માર્યા હતા. તેના કારણે મૃતકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કપરાડા પોલીસને જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચીઅચાનક કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારનારા રતિલાલ હત્યા કરી ત્યાંથી નીકળી ગયો હતો. જોકે, અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોના હોશ ઊડી ગયા હતા. ત્યારબાદબાદ કેટલાક લોકોએ આ ઘટના અંગે કપરાડા પોલીસને (Kaprada Police) જાણકારી આપતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ (Valsad Crime News) ધરી હતી.
હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પોલીસ સ્ટેશન હાજર થયોપોતાના પિતરાઈ ભાઈને જમીનના ઝઘડાની અદાવતમાં (land dispute case in valsad) કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર આરોપી રતિલાલ શાનગરા પોતે પોલીસ સ્ટેશન કપરાડા (Kaprada Police) ખાતે હાજર થઈ ગયો હતો અને પોલીસ સમક્ષ પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો. ત્યારબાદ પોલીસે હાલ તો તેની અટકાયત કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકને કુલ પાંચ સંતાન છે જે પિતાના મોત બાદ પિતાની છત્રછાયા ગુમાવી છેમૃતક સમીરભાઈને કુલ 5 જેટલા સંતાનો છે, જેમાં સૌથી મોટી છોકરી પૂનમ, દર્શના. પ્રીતિ, તેજલ અને સૌથી નાનો છોકરો પ્રેમ છે. સમીરભાઈની હત્યા થતા પત્ની મીનાબેન સમીરભાઈ સાનકરા તેના માટે પાંચ સંતાનની જવાબદારી (Valsad Crime News) આવી પડી છે.