વલસાડ: જિલ્લાના ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા ભારત-ચીન સરહદ પર શહીદ થયેલા દેશના વિર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં હાજર રહેલા ઉદ્યોગપતિઓને ચીની સામગ્રીનો બહિષ્કાર કરી દેશને બચાવવાનો સંદેશો UIA (ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન) પ્રમુખે આપ્યો હતો.
શહીદ થયેલા 20 જવાનોને ઉમરગામમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગલવાન ઘાટીમાં ભારત-ચીન સરહદ વિવાદમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે. જેથી ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આ શહીદ જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં UIA કમિટીના સભ્યો અને આમંત્રિત મહેમાનોએ સરહદ ઉપર શહીદી વહોરનાર વીર શહીદ સૈનિકોના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. ત્યારબાદ શહીદ જવાનોને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
શહીદ થયેલા 20 જવાનોને ઉમરગામમાં શ્રદ્ધાંજલિ UIAના નવ નિયૂક્ત પ્રમુખ ભગવાન ભરવાડેએ ઉમરગામમાં ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવા અંગે કહ્યું હતું. આ સાથે જ કાર્યક્રમ અંતર્ગત તમામ ઉદ્યોગપતિઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ તમામનો આભાર માન્યો હતો.
તેમણે ઉમરગામ ઇન્ડસ્ટ્રીમાં એકમો ધરાવતા ઉદ્યોગપતિઓ સહિત ઉમરગામ વાસીઓને આત્મનિર્ભર બનવા સંદેશો પાઠવ્યો હતો. આ સાથે જ આપણા દેશમાં જે પણ ચાઈનીઝ પ્રોડક્ટ વેચાય છે, તેનો બહિષ્કાર કરી આત્મનિર્ભર બની દેશના વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ ઇશ્વર બારી, માજી પ્રમુખ શ્યામ વિઝન સહિત મોટી સંખ્યામાં નામી-અનામી ઉદ્યોગપતિ હાજર રહ્યા હતા.