ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાસોઃ આદિવાસી કુંવારિકાઓ માટે ઢીંગલા-ઢીંગલી પ્રથા, નારિયેળ ટપ્પા દાવનો દિવસ - મેળો

વાપી: અષાઢી અમાસ એટલે આદિવાસીઓમાં દિવાસાનો દિવસ. આજના દિવસે કન્યાઓ ઢીંગલા-ઢીંગલી બનાવી તેને પરંપરાગત ગીતો સાથે નદીમાં વહાવે છે. આ દિવસે કેટલાક આદિવાસીઓ નારિયેળ ટપ્પા દાવની રમત રમે છે. નારિયેળની લારીઓ પરથી નારિયેળની ખરીદી કરી એકબીજા સાથે નારિયેળને અથડાવી નારિયેળ ફોડે છે. જેમાં જેનું નારિયેળ ફૂટી જાય તેણે પોતાનું નારિયેળ સામેવાળાને આપવાનું હોય છે.

tradition festival

By

Published : Aug 1, 2019, 9:03 AM IST

અષાઢી અમાસ એટલે આદિવાસીઓમાં દિવાસાનો દિવસ આજના દિવસે કન્યાઓ ઢીંગલા-ઢીંગલી બનાવી તેને પરંપરાગત ગીતો સાથે હળદર લગાવી તેમના લગ્ન કરવામાં આવે છે. એક તરાપાને શણગારવામાં આવે છે. એક જગ્યાએ એકઠા થઈ ઢીંગલા તરાપામાં મૂકી વાજિંત્રો સાથે નાચતા કૂદતાં પરંપરાગત ગીતો ગાતા નદીમાં મૂકીને તરાવવામા આવે છે.

આદિવાસી કુંવારિકાઓ ઉજવે છે ઢીંગલા-ઢીંગલી ઉત્સવ
ઢીંગલા ઢીંગલીને પાણીમાં તરાવવામાં આવે છે.

ત્યાર બાદ સમૂહમાં ઘરથી ચોખાના લોટમાંથી બનાવવામાં આવેલ ઢેખલા (પૂરી આકાર નો) ઊંડા (લાડુ આકાર) ની ખાસ વાનગી સમૂહમાં બેસીને એક -બીજાને વહેંચીને ખાય છે. નજીકના શહેરોમાં ફરવા જાય છે. આ પરંપરાગત સંસ્કૃતિ હવે આધુનિક યુગમાં ભૂલાઈ રહી છે.

એકબીજા સાથે નારિયેળને અથડાવી નારિયેળ ફોડવામાં આવે છે.

વર્ષોની માન્યતા મુજબ ચોમાસા દરમ્યાન પાણીજન્ય રોગો જેવા કે બાળકોના શરીરે ચાંદા પડવા વગેરે રોગોથી ઘરના બાળકો બચે અને તંદુરસ્ત રહે તે માટે આદિવાસી લોકો ઢીંગલા ઢીંગલી બનાવી તેને નદીમાં તરાવી આરોગ્યની સુખાકારી માટે આ રીતે રસમ ઉત્સાહભેર મનાવે છે.

નદીઓમાં નવા નીર આવ્યા હોય છે. ચારે તરફ હરિયાળી પ્રકૃતિ છવાયેલી હોય છે. ખેતરોમાં પણ વાવણી રોપણીનું કામ પુરૂ થયુ હોવાથી તેમના વધામણાનો દિવસ એવો દિવાસો એટલે આદિવાસીઓનો મોજ -શોખનો દીવસ".

મેળાનો માહોલ સર્જાય છે.

આજના દિવસે વાપી-ધરમપુર-પારડી સહિતના કેટલાક શહેરોમાં આદિવાસીઓ નારિયેળ ટપ્પા દાવ રામે છે. વર્ષોથી આદિવાસીઓ નારિયેળ ટપ્પા દાવની રમત રમે છે. દિવાસાના દિવસે રમાતી આ રમતમાં આદિવાસી લોકો બજારના મુખ્ય ચોક ખાતે એકઠા થઇ નારિયેળની લારીઓ પરથી નારિયેળની ખરીદી કરી એકબીજા સાથે નારિયેળને અથડાવી નારિયેળ ફોડે છે.

જેમાં જેનું નારિયેળ ફૂટી જાય તેણે પોતાનું નારિયેળ સામેવાળાને આપવાનું હોય છે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઇઓ, બહેનો જોડાઇ આનંદ ઉલ્લાસથી નારિયેળ ટપ્પાની રમત રમે છે.

લોક માન્યતા મુજબ દિવાસો નિમિત્તે ઢીંગલા નદીમાં ડુબાડે તેની પાછળ જુની રૂઢી પરંપરા પ્રમાણે એ આશય છે. કે, કુંવારી કન્યાઓ જેઓ લગ્ન લાયક થઈ ગઈ હોય છે. તેઓ દ્વારા ઢીંગલા અને ઢીંગલી બનાવી લગ્ન સમયે વિધિ કરવામાં આવે તેવી રીતે બધી જ વિધિને જાણે છે. દિવાસો હોય એના અગાઉના દિવસોમાં ઘાણ-પીઠી અને જે રીતી-રીવાજ કરવાનો હોય તે બધુજ કરવામાં આવે છે. દિવાસાના દિવસે દરિયા, નદી,સરોવર, તળાવમાં નાળિયેળના તરોપાનું વહાણ બનાવી તેને શણગારી પાણીમાં વહેતું મુકી વિદાય કરવામાં આવે છે.

વલસાડ જીલ્લામાં દિવાસો ત્યોહાર નિમિત્તે સમગ્ર જીલ્લાના આદિવાસીઓને નજીકના શહેર અથવા તાલુકા મથકે ઉમટી પડે છે. ચોમાસા દરમ્યાન જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી પણ હોઈ શકે. આ કારણે તાલુકા મથકો પર સુદંર મેળનો માહોલ સર્જાય છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ નાળિયેર ફોડવાની રમત હોય છે.

સમય સાથે આદિવાસી જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. મેળાની મઝાની સાથે રમતો અને રીતરિવાજો પણ લુપ્ત થવાના આરે છે. પરંતુ, જાગૃત આદીવાસી સમાજના લોકો દ્વારા આ પરંપરા જાળવી રાખવાના સરાહનીય પ્રયાસ પણ થઈ રહ્યાં છે. આમ, આદિવાસીઓ આ રીતે દિવાસોનો તહેવાર ઉજવે છે અને તેઓમાં આ તહેવારનું મહત્વ ઘણું રહેલું છે.

ABOUT THE AUTHOR

...view details