- દમણમાં બીચ પર પ્રવાસીઓ ઉમટ્યા
- કોરોના હળવો થતા દમણના બીચ પ્રવાસીઓના કલશોરથી ગુંજતા થયા
- પ્રવાસીઓએ વિવિધ મનોરંજક રાઈડ સાથે પ્રવાસનો આનંદ માણ્યો
દમણ: સંઘપ્રદેશ દમણ (Daman) તેમના દરિયા કિનારાના બીચને કારણે દેશભરમાં પ્રવાસીઓ (Tourists) માટે માનીતું પ્રવાસન સ્થળ છે. દર વર્ષે તહેવારો દરમિયાન અહીં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટે છે. આ વર્ષે કોરોના પણ હળવો થયો હોય ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના પાડોશી રાજ્યના પ્રવાસીઓ દમણમાં પ્રવાસે આવ્યાં છે. દમણમાં આવેલા પ્રવાસીઓએ દેવકા, જામપોર, સી- ફેસ અને મોટી દમણ લાઈટ હાઉસ બીચ પર દરિયા કિનારે વિવિધ રાઈડિંગ સાથે પ્રવાસની મોજ માણી હતી. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, દર વર્ષે દિવાળી બાદ નવા વર્ષે સારા પ્રવાસન સ્થળો પર પ્રવાસે જઈએ છીએ. આ વખતે દમણ આવ્યા છીએ. દમણમાં દરિયા કિનારે બાળકો સાથે ખૂબ મજા કરી રહ્યા છીએ.
નવા વર્ષમાં ભાઈ બીજના દિવસે દમણમાં ઉમટ્યું માનવ મહેરામણ આ પણ વાંચો: રાજકોટના એન્જિનિયરે બનાવી રસ્તાઓ પર ચાલતી અનોખી ટ્રેન, સાસણગીરમાં દોડતી જોવા મળશે
વેજ- નોનવેજ વાનગીઓ સાથે શરાબની મોજ માણી
કેટલાક પ્રવાસીઓ (Tourists) કોરોના હળવો થયા બાદ પ્રથમ વખત ઘરેથી બહાર દમણમાં પ્રવાસે આવ્યાં છે. દમણ (Daman) માં આવેલા પ્રવાસીઓએ બોટ રાઈડિંગ, બાઇક રાઈડિંગ, હોર્સ રાઈડિંગની મજા માણી હતી. સાથે જ દમણ આલ્કોહોલ ફ્રી સ્ટેટ હોવાથી અહીં વેજ- નોનવેજ વાનગીઓ સાથે શરાબની મોજ પણ માણી હતી. દમણમાં બીચ પર ફરી ખાણીપીણીની મોજ માણવા આવેલા પ્રવાસીઓ અહીં શોપિંગનો પણ આનંદ ઉઠાવ્યો હતો.
નવા વર્ષમાં ભાઈ બીજના દિવસે દમણમાં ઉમટ્યું માનવ મહેરામણ આ પણ વાંચો: પ્રદૂષણથી પીડિત દિલ્હી કોરોનાની ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે: ડૉ. રણદીપ ગુલેરિયા
નવા વર્ષની ઉજવણી કરી પ્રવાસનો આનંદ માણ્યો
સંઘપ્રદેશ દમણ પ્રવાસીઓ (Tourists) માટે તેના સુંદર સ્વચ્છ બીચ અને સી- ફૂડ વાનગીઓ, શરાબ માટે જાણીતો પ્રદેશ છે. તેટલો જ અહીંની પોર્ટુગીઝ ધરોહર માટે પણ પ્રસિદ્ધ છે. પ્રવાસીઓએ અહીંના પોર્ટુગીઝ સમયના કિલ્લા- ચર્ચને નિહાળી દરિયા કિનારે પ્રવાસની યાદગાર ક્ષણોને મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. સમુદ્રમાં સમાતા સૂર્યદેવને નિહાળી પ્રવાસીઓએ બીચ પર પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી પ્રવાસનો આનંદ માણ્યો હતો.
નવા વર્ષની ઉજવણી કરી પ્રવાસનો આનંદ માણ્યો