- કરવડમાં માથાભારે મહિલાએ medical chemical wasteમાં આગ ચાંપી
- હાનિકારક કચરામાં વારંવાર આગ ચાંપતી હોઈ ગામલોકોમાં આક્રોશ
- મહિલાએ અગાઉ GPCB અને પોલીસ પર પણ કર્યો હતો હુમલો
વારીઃ વાપી GIDC નજીક આવેલ કરવડ ગામે છેલ્લાં ત્રણ વર્ષથી માથાભારે મહિલા દ્વારા GIDCના એકમોમાંથી હાનીકારક કેમિકલ વેસ્ટ અને મેડિકલ વેસ્ટને ( medical and chemical waste ) એકઠો કરી તેમાં આગ ચાંપી રહી છે. આસપાસના વિસ્તારના વાતાવરણને તેમજ જમીન, પાણીને નુકસાન થતું હોવાથી અનેક રજૂઆતો કર્યા બાદ પણ માથાભારે મહિલાએ પોતાના આ કૃત્ય અટકાવવાને બદલે સોમવારે ફરી એકઠા કરેલા કચરામાં આંગ ચાંપી ફરાર થઈ જતાં ફાયર, પોલીસ અને GPCB ના અધિકારીઓ દોડતાં થયાં હતાં. આ ઘટના અંગે ગામલોકોએ અધિકારીઓ સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
વાપી નજીક કરવડ ગામે વેસ્ટ કેમિકલ અને વેસ્ટ મેડીકલના કચરામાં ( medical and chemical waste ) ભીષણ આગ લાગી હતી. આગની વિકરાળ જ્વાળા અને ધુમાડાના ગોટેગોટાથી આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. સવારે 10 વાગ્યા આસપાસ આ ખુલ્લા ગોડાઉનમાં મહિલાએ આ આગ ચાંપી ફરાર થઈ ગઈ હતી. આગને બૂઝાવવા ફાયર વિભાગ, પોલીસ અને GPCB ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાતાવરણને તેમજ જમીન, પાણીને નુકસાન થતું હોવાથી અનેક રજૂઆતો કર્યા બાદ પણ મહિલા અટકતી નથી આ પણ વાંચોઃ વાયુ પ્રદૂષણ, રોગચાળો અને મોત માટે જવાબદાર મોટી કંપનીઓ સામે સરકાર કોઈ પગલાં લેશે?
વાપીની GIDC માં અનેક કેમિકલ અને ફાર્મા સ્યુટિકલ કંપનીઓ આવેલી છે. જેમાંથી કેટલાક માથાભારે ભંગારિયાઓ હાનિકારક કેમિકલ અને મેડિકલ વેસ્ટ ( medical and chemical waste ) એકઠો કરી તેને સળગાવી તેનો નિકાલ કરે છે. જેનાથી આસપાસના લોકોને તેમજ જમીન-પાણીને મોટાપાયે નુકસાન થાય છે. આવી જ માથાભારે મહિલાએ સોમવારે કરવડ ગામે પોતાની જગ્યામાં એકઠો કરેલો વેસ્ટ સળગાવી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું.
આગને કારણે 10 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉઠ્યાં
વિકરાળ આગને કારણે આસપાસના 10 કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આ અંગે સ્થાનિક ગામલોકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું. કે આ માથાભારે મહિલા છેલ્લા ત્રણેક વર્ષથી આ રીતે હાનિકારક કેમિકલ વેસ્ટ અને મેડિકલ વેસ્ટ ( medical and chemical waste ) એકઠો કરી સળગાવી રહી છે. આ અંગે અનેક વખત ગામના સરપંચેને, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને અને પોલીસને જાણ કરી છે. પરંતુ દર વખતે આ મહિલા તમામની સાથે દાદાગીરી કરી આ કૃત્ય કરતી રહી છે.
માનવ જીવન અને પર્યાવરણને ગંભીર નુકસાન
હાલમાં પણ તેમણે મોટાપાયે એકઠો કરેલો હાનિકારક કચરો ( medical and chemical waste ) સળગાવ્યો છે. જેનાથી આસપાસના લોકોમાં શ્વાસ રૂંધાવાના, આંખો બળવાન કિસ્સા બન્યા છે. તેમજ આ ધુમાડાને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. આ કચરાના ગોદામ નજીક જ નદી પસાર થાય છે. નદીની જમીન પર પણ મહિલાએ અતિક્રમણ કરી નદીમાં કચરો ઠાલવી નદીના પાણીને દૂષિત કરી મૂક્યું છે. જેથી પર્યાવરણને નુકસાન કરતી તેમજ માનવ જીવનના આરોગ્ય સાથે ચેડાં કરતી આ મહિલા સામે તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
ગામ લોકોમાં ભારે આક્રોશ
ઉલ્લેખનીય છે કે લીના ઉર્ફે ટીના નામની આ ભંગારણ ખૂબ જ માથાભારે છે. આ અગાઉ તેમને રોકવા માટે ગયેલા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ તેમજ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. જે બાદ તેમની સામે તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પરંતુ આ માથાભારે મહિલાએ આ પ્રવૃત્તિ બંધ કરવાનો બદલે વધુ મોટાપાયે શરૂ કરી દીધી હતી. સોમવારે તેમણે ખડકેલા મસમોટા ઢગલામાં આગ લગાડી હતી. જે ઘટના બાદ ગામલોકોએ ફાયરને, પોલીસને અને GPCB ને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આગ મેડિકલ અને કેમિકલ વેસ્ટમાં ( medical and chemical waste ) લગાડવામાં આવી હોઇ ફાયરે 10 જેટલા ફાયર ટેન્ડર મંગાવી આગને બૂઝાવવાની કોશિશ કરી હતી. પરંતુ 5 કલાકની મહેનત બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો.
આ પણ વાંચોઃ વાપી GIDCમાં વેસ્ટ એસિડના નિકાલનો પર્દાફાશ, GPCBએ નોટિસ ફટકારી