ગુજરાત

gujarat

ETV Bharat / city

75 દિવસે ખુલ્યા હરિના દ્વાર, પ્રથમ દિવસે હરિભક્તોએ જાળવ્યું સામાજિક અંતર - સામાજિક અંતર

કોરોના મહામારી અને સરકારે લાગુ કરેલા લોકડાઉનના 75 દિવસે દેશના ધાર્મિક સ્થળોના દ્વાર ખુલ્યા છે. કોરોના સંક્રમણની સરકારી સૂચનાઓ મુજબ દેશના તમામ ધાર્મિક સ્થાનોને ખોલવાની મંજૂરી બાદ સોમવારે વાપીના પ્રસિદ્ધ મંદિરોમાં આરતી થઈ હતી. જો કે હજુ પણ હરિભક્તોએ કોરોનાને ધ્યાને રાખી પ્રથમ દિવસે દર્શન કરવા જવાનું ટાળ્યું હતું.

Etv Bharat, Gujarati News, Daman News, Covid 19
Daman News

By

Published : Jun 8, 2020, 12:13 PM IST

વાપી: કોરોના મહામારી અને સરકારે લાગુ કરેલા લોકડાઉનના 75 દિવસે દેશના ધાર્મિક સ્થળોના દ્વાર ખુલ્યા છે. કોરોના સંક્રમણની સરકારી સૂચનાઓ મુજબ દેશના તમામ ધાર્મિક સ્થાનોને ખોલવાની મંજૂરી બાદ સોમવારે વાપીના પ્રસિદ્ધ મંદિરોમાં આરતી થઈ હતી. જો કે હજુ પણ હરિભક્તોએ કોરોનાને ધ્યાને રાખી પ્રથમ દિવસે દર્શન કરવા જવાનું ટાળ્યું હતું. જેને કારણે મંદિરો ખુલ્યા હતા, પરંતુ ભક્તો જોવા મળ્યા ન હતા.

75 દિવસે ખુલ્યા હરિના દ્વાર
સમગ્ર દેશની સાથે ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં પણ લોકડાઉનના 75માં દિવસે પ્રખ્યાત મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્યા છે. વાપીમાં પ્રસિદ્ધ મંદિરોમાં સવારે આરતી સમયે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારે, હાલના કોરોના સંક્રમણને ધ્યાને રાખી મંદિરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વાપીના જલારામ મંદિરના પૂજારી પિયુષ જાનીએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન તમામ ધાર્મિક સ્થાનો બંધ હતાં. હવે સરકારે તેને ખોલવની મંજૂરી આપી છે. સોમવારે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. તે સાથે હરિભક્તો દર્શન દરમિયાન સામાજિક અંતર જાળવે તે માટે ખાસ સર્કલ બનાવવામાં આવ્યા છે. દ્વાર પર સેનેટાઇઝર રાખવામાં આવ્યું છે. દર્શન દરમિયાન ફુલહાર, પ્રસાદ, અગરબત્તી ચડાવવાની મનાઈ છે. દરેક ભક્તો માટે દર્શનનો સમય સવારના 8 થી 11:30 છે. બપોરે 03 થી સાંજના 7 કલાક સુધીનો છે.સોમવારે હરીના દ્વાર ખુલ્યાનો પ્રથમ દિવસ હતો. ત્યારે, મંદિરોમાં તમામ જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને રાખી હરિભક્તોએ પ્રથમ દિવસે હરિના દર્શન લેવાનું મુલતવી રાખી જાણે સામાજિક અંતર જાળવ્યું હોય તેમ મંદિરોમાં એકલ દોકલ શ્રદ્ધાળુ સિવાય મંદિરો લોકડાઉનના 75 દિવસ બાદ પણ સુના ભાસતા હતાં.

ABOUT THE AUTHOR

...view details