ગુજરાત

gujarat

ETV Bharat / city

લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો ગુજરાતનો બીજો કિસ્સો - Gujarati News

ગુજરાત સરકારે હાલમાં જ 15મી જૂને (લવ જેહાદ) ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021નો નવો સુધારેલો કાયદો અમલમાં મુક્યો છે. જે અંતર્ગત વડોદરામાં પ્રથમ કેસ નોંધાયા બાદ વલસાડ જિલ્લાના વાપીમાં બીજો કેસ નોંધાયો છે. જેમાં એક પરિણીત યુવકે પડોશમાં રહેતી યુવતીને બહેલાવી ફોસલાવી તેમના ભાઈને મારી નાખવાની ધમકી આપી લગ્ન કરવા મજબુર કરી ઇન્દોર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ બાદ, વાપી પોલીસે યુવકને ઇન્દોરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો ગુજરાતનો બીજો કિસ્સો
લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો ગુજરાતનો બીજો કિસ્સો

By

Published : Jun 20, 2021, 8:53 PM IST

  • વાપીમાં નોંધાયો લવ જેહાદનો પ્રથમ કેસ
  • ગુજરાતમાં લવ જેહાદનો બીજો કિસ્સો નોંધાયો
  • વાપીના વિધર્મી યુવક યુવતીને ભગાડી ગયો

વાપી: વડોદરામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનયમ-2021 ના કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયા બાદ શનિવારે વાપીમાં ગુજરાતનો બીજો કિસ્સો નોંધાયો છે. જેમાં એક પરિણીત વિધર્મી યુવક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેમના ભાઈને મારી નાખવાની ધમકી આપી બળઝબરી પૂર્વક લગ્ન કરવા વાપીથી અજમેર અને તે બાદ ઇન્દોર ભગાડી ગયો હતો. જેને વાપી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો ગુજરાતનો બીજો કિસ્સો

આ પણ વાંચો:Love jihad: રાજ્યમાં કાયદો અમલમાં આવ્યાના 3 દિવસમાં વડોદરામાં નોંધાયો પ્રથમ કેસ

પોલીસે બન્નેને ઇન્દોરથી ઝડપી પાડી યુવકને જેલ હવાલે કર્યો

વાપીમાં ગુજરાતના બીજા અને દક્ષિણ ગુજરાતના આ પ્રથમ લવ જેહાદના કેસ અંગે વાપી ડિવિઝનના DYSP વી. એમ. જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, ગત 10મી જૂને ભોગ બનનાર પીડિતાની માતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની 19 વર્ષની દીકરીને પડોશમાં રહેતો વિધર્મી યુવક ભગાડીને લઈ ગયો છે. આ ફરિયાદની ગંભીરતા જોયા બાદ વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી યુવક-યુવતીને મધ્યપ્રદેશના ઈન્દોરની એક ચાલમાંથી ઝડપી લઈ વાપી લાવ્યાં હતાં.

ભાઈને મારી નાખવાની ધમકી આપી લગ્ન કરવા દબાણ કરતો હતો

વાપીમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, વિધર્મી યુવક ઇમરાન અન્સારીએ તેને પ્રેમજાળમાં ફસાવી છેલ્લા ઘણા સમયથી લગ્ન માટે દબાણ કરતો હતો. અને જો તે તેની સાથે લગ્ન નહિ કરે તો તેના ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો. યુવક પરિણીત હોવા છતાં પીડિતાને ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવી લગ્ન કરવાના ઇરાદે પહેલા અજમેર લઈ ગયો હતો. જ્યાં પીડિતા તેને વશ નહિ થતા તાવીજ બંધાવી મધ્યપ્રદેશના ઇન્દોરમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતાં.

આ પણ વાંચો:જાણો શું છે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 ( Love Jihad Act ) ?

વાપી DYSPએ વધુ તપાસ હાથ ધરી

વલસાડ પોલીસે હાલ પીડિતાને વિધર્મી યુવકના સકંજામાંથી છોડાવી તેના પરિવારને સોંપી છે. જ્યારે, આરોપી વિરુદ્ધ ગુજરાત ધર્મ પરિવર્તન સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 કલમ-4 તથા IPC એક્ટ 366,376(2)N, 506(2) મુજબ ગુનો દાખલ કરી હાલના કાયદા મુજબ DYSP કક્ષાના અધિકારીએ તપાસ કરવાની હોય એ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકના કૃત્ય પર ફિટકાર વરસી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, યુવતીને બહેલાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી ભાઈને મારી નાખવાની ધાક ધમકી આપી બળજબરીપૂર્વક લગ્ન કરવાના ઇરાદે ભગાડી જઇ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર ઇમરાન અન્સારી મૂળ વેસ્ટ બંગાળનો છે. હાલ વાપીમાં પોતાના 3 ભાઈ સાથે મોબાઇલની દુકાન ધરાવે છે. તેમના આ કૃત્યથી હાલ તેમના પર ફિટકાર વરસી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details