- દમણમાં રોડ નિર્માણમાં અડચણરૂપ દબાણો દૂર કર્યા
- મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી
- સી-લિંક રોડનું ચાલી રહ્યું છે નિર્માણકાર્ય
દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory) દેવકા બીચથી નાની દમણ જેટી સુધીના દરિયા કિનારે નવા સી-લિંક રોડના નિર્માણ કાર્યમાં અડચણ રૂપ કેટલાક દબાણો પર દમણ પ્રશાસને મામલતદારની હાજરીમાં બુલડોઝર ચલાવી જમીનદોસ્ત કર્યા હતા.
મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી
નાની દમણના દેવકા બીચથી લઇને જેટી સુધીના દરિયા કિનારાના વિકાસ અર્થે સી લિન્ક રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ માર્ગની માર્જીનમાં આવેલા કેટલાક દબાણો અગાઉ પ્રશાસને દૂર કર્યા હતા. જ્યારે હોટલ સોવરિનના પાછળના ભાગે વોર્ડ નંબર 8માં મોટીગામ શેરીમાં માછી સમાજનો કોમ્યુનિટિ હોલ અને એક ગોડાઉનને દૂર કરવાના મુદ્દે મામલતદાર કોર્ટમાં સુનાવણી ચાલતી હતી.
આ પણ વાંચોઃજામનગરમાં બાજરા સંશોધન કેન્દ્ર પાસે તંત્રએ ગેરકાયદેસર બાંધકામ પર ચલાવ્યું JCB