ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરણ 12 CBSE પરિણામ: વાપીની સ્વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો - સ્વામિનારાયણ ગુરુકુળ

13મી જુલાઈએ જાહેર થયેલા CBSE ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામમાં વાપીની શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ગુરુકુળનું નામ દક્ષિણ ગુજરાતમાં રોશન કર્યું છે. એક તરફ સ્કૂલનું પરિણામ 100 ટકા આવ્યું છે, ત્યારે તેની સાથે સ્કૂલની કોમર્સની વિદ્યાર્થિનીએ 97.2 ટકા સાથે અને સાયન્સની વિદ્યાર્થિનીએ 97.4 ટકા મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ETV BHARAT
વાપીની સ્વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો

By

Published : Jul 14, 2020, 7:08 PM IST

વલસાડ: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ઇંગ્લીશ મીડીયમ CBSE સ્કૂલ સલવાવનું 100 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સાયન્સમાં અભ્યાસ કરનારી ખુશી શ્રીવાસ્તવ અને કોમર્સમાં અભ્યાસ કરનારી ઉર્મિલા શર્માએ વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

વાપીની સ્વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો

સેન્ટ્રલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહની પરીક્ષામાં શ્રી સ્વામિનારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ સલવાવના વિજ્ઞાન પ્રવાહમાં કુલ 25 વિદ્યાર્થીઓ બેઠા હતા. જે તમામ ઉત્તીર્ણ થયા છે. જેમાં પ્રથમ ક્રમે ખુશી શ્રીવાસ્તવે 97.4 ટકા મેળવ્યા છે. જે સમગ્ર વલસાડ જિલ્લામાં પ્રથમ છે. બીજા ક્રમે ઇલીયાન નૂરાની 95.2 ટકા તથા ત્રીજા ક્રમે શ્રેયા કુમાર સિંઘે 94 ટકા ગુણ મેળવ્યા છે.

વાણિજ્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે ઉર્મિલા રાકેશ શર્માએ 97.2 ટકા સાથે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. બીજા ક્રમે નિધિ મંત્રી 95.8 અને ગાયત્રી જાદવે 95.2 ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે. પોતાની આ ઝળહળતી સિદ્ધિ માટે બન્ને વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, તેમને સારા માર્ક મેળવવામાં સ્કૂલના શિક્ષકો, વાલીઓ અને પ્રિન્સિપાલનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે.

પ્રથમ ક્રમ મેળવ્યાની ખુશી વ્યક્ત કરતા વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં 5 કલાક સુધી તે વાંચન કરતી હતી, જ્યારે પરીક્ષાના સમયે 12 કલાક સુધી વાંચન કરતી હતી. વિદ્યાર્થીઓમાં વાંચન કરવું એ મહત્વનું નથી, પરંતુ વાંચ્યા બાદ મગજમાં તેને યાદ રાખવું એ મહત્વનું છે અને તેના આધારે જ પરીક્ષામાં સારા ગુણ મેળવી શકાય છે.

કોમર્સમાં જિલ્લામાં પહેલા નંબરે આવેલ ઉર્મિલા શર્મા CA બનવા માંગે છે, જ્યારે સાયન્સમાં જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવનારી ખુશી શ્રીવાસ્તવ ડૉક્ટર બનવા માંગે છે.

આ પ્રસંગે ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામીએ બન્ને દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની હાલ ચાલી રહેલી મહામારી વચ્ચે CBSE બોર્ડનું પરિણામ જાહેર થયું છે. જેમાં ગુરુકુળની વિદ્યાર્થિનીઓએ જિલ્લામાં નામ રોશન કર્યું છે.

આ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામી, ડાયરેક્ટર શૈલેષ લુહાર, હિતેન ઉપાધ્યાય, આચાર્ય મિનલ દેસાઈ તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details