વલસાડઃ જિલ્લાના ઉદવાડા ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમ આધુનિક સોઈલ ટેસ્ટિંગ લેબનું (Soil Testing Lab start in Valsad) ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ખેડૂતો પાકનું વધુ ઉત્પાદન મેળવી શકે તે માટે આ લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબની મદદથી ખેડૂતો હવે માત્ર 24 કલાકની અંદર જ સોઈલ ટેસ્ટિંગ રિપોર્ટ મેળવી શકશે. વલસાડ એગ્રો પ્રોડ્યુસર કંપની અને CSC ડિજિટલ ઈન્ડિયાના સહયોગથી આ લેબ (Soil Testing Lab start in Valsad)શરૂ કરવામાં આવી છે.
સોઈલ ટેસ્ટીંગ લેબમાં 14 પ્રકારના પેરામીટર્સનું ટેસ્ટિંગ કરી આપવાની સુવિધા ઉપલબ્ધ સોઈલ ટેસ્ટીંગ લેબમાં 14 પ્રકારના પેરામીટર્સનું ટેસ્ટિંગ કરી આપવાની સુવિધા ઉપલબ્ધ
ખેડૂતોના સર્વાંગી ઉત્થાન માટે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો માટે વલસાડ એગ્રો પ્રોડ્યુસર કંપની સ્થાપિત કરવામાં આવી છે. ત્યારે આ કંપની દ્વારા ઉદવાડા ખાતે આધુનિક સોઈલ ટેસ્ટિંગ લેબ અને એગ્રો સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. અહીંના ખેડૂતોને યોગ્ય માત્રામાં ખાતરના વપરાશથી વધુ ઉત્પાદન મેળવવાના ભાગરૂપ સોઈલ ટેસ્ટીંગ લેબ (જમીન પૃથ્થકરણ પ્રયોગ શાળા)માં 100 જેટલા પાકો માટે 14 પ્રકારના જરૂરી પેરામીટર્સનું ટેસ્ટિંગ (Soil Testing Lab start in Valsad) કરી આપવાની સગવડ ઊભી કરવામાં આવી છે.
ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો ઉદ્દેશ આ પણ વાંચોઃBhavnagar Farmers Dismay with compensation : ખેતી સહાયને સ્ટંટ ગણાવતાં ખેડૂત આગેવાન, ફક્ત 1.59 લાખ અરજી આવી
વલસાડના ખેડૂતો માટે સોઈલ ટેસ્ટિંગની સુવિધા
વલસાડ એગ્રો પ્રોડ્યુસર કંપની અને CSC ડિજિટલ ઈન્ડિયાએ ઉદવાડા (Valsad Agro Producer Company and CSC Digital India) ખાતે એગ્રો સેન્ટરની સ્થાપના કરી છે. અહીં ખેડૂતોને અતિવ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમ જ અતિઆધુનિક એવી સોઈલ ટેસ્ટીંગ લેબની (Soil Testing Lab start in Valsad) સ્થાપના કરવામાં આવી છે. અન્ય લેબ દ્વારા માત્ર એન.વી.કે.નું પૃથ્થકરણ કરવામાં આવે છે. ત્યારે અહી વલસાડ જિલ્લામાં થતા 100 જેટલા પાક માટે જમીનનું વી. એચ. ઈલેક્ટ્રીક કન્ડક્ટિવિટી, સોઈલ કાર્બન નાઈટ્રોજન, ફોસ્ફરસ પ્રોટાશ સહિત અન્ય માઈક્રો તથા ન્યુટ્રિઅન્ટ મળી કુલ 14 પ્રકારના પેરામીટર્સનું પૃથ્થકરણ કરવામાં આવે છે.
ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો ઉદ્દેશ આ પણ વાંચોઃDisproportion of Potato Prices in Deesa : ડીસામાં બટાટા ઉપાડવાનું શરુ, ખેડૂત અને વેપારીના ભાવોમાં અસમાનતાથી મુશ્કેલી
24 કલાકમાં ટેસ્ટીંગ રિપોર્ટની સુવિધા
આ અંગે વલસાડ એગ્રો પ્રોડ્યૂસર કંપનીના ચેરમેન શશિકાન્ત પટેલ અને CSCના ડિસ્ટ્રીકટ મેનેજર મનીષ પ્રજાપતિએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં અન્ય ખાનગી અને સરકારી લેબ કરતા પણ સસ્તા દરે અહીં સોઈલ ટેસ્ટિંગ કરી (Farmers Soil Testing Report) આપવામાં આવશે. આ લેબમાં 24 કલાકમાં જ ટેસ્ટિંગ રિપોર્ટ તૈયાર કરી આપવા તેમ જ જરૂરી ખાતર બિયારણ પણ પૂરું પાડવામાં આવશે. ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી આવક વધારી શકે તે સંસ્થાનો ઉદ્દેશ છે.
24 કલાકમાં ટેસ્ટીંગ રિપોર્ટની સુવિધા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો ઉદ્દેશ
આ સોઈલ ટેસ્ટિંગ લેબનો લાભ વલસાડ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો, શાકભાજીની ખેતી કરતા ખેડૂતો અને અન્ય પાક લેતા ખેડૂતોને થશે. જ્યારે CSC દ્વારા ખેડૂતો તેમના પાકનું ડાયરેકટ સેલિંગ કરી શકે, ખાતર બિયારણ ખરીદી શકે તેવી સુવિધા પૂરી (Soil Testing Lab start in Valsad) પાડવાની નેમ છે. આ સાથે જ જિલ્લામાં વધુમા વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને સારી આવક મેળવી શકે તે ઉદ્દેશ સાથે આ લેબ ટેસ્ટિંગમાં સહયોગ આપ્યો છે. આપને જણાવી દઈએ કે, ઉદવાડા ખાતે શરૂ કરેલી આ આધુનિક ટેસ્ટિંગ લેબ (Soil Testing Lab start in Valsad) અને એગ્રો સેન્ટરનું વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે સહિત અગ્રણી ખેડૂતો, આત્મા પ્રોજેક્ટના ડિરેકટરની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.