ગુજરાત

gujarat

ETV Bharat / city

રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો પોતાના વીરા માટે ખરીદે છે સોના-ચાંદીની રાખડીઓ - ગુજરાત ન્યૂઝ

22 મી ઓગસ્ટના ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન છે. ગત વર્ષે કોરોના કાળમાં બહેનો આ પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવી નહોતી શક્યા પરંતુ આ વર્ષે રક્ષાબંધન પર્વને લઈને બહેનોમાં ભારે ઉત્સાહ છે. રાખડી બજારમાં આ વર્ષે 25 ટકા જેટલો ભાવ વધારો છે. સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી છે. તેમ છતાં વાપીમાં રાખડી બજારોમાં ધૂમ ઘરાકી નીકળી છે. સામાન્ય સુતરના તાંતણાની રાખડીથી માંડીને સોના-ચાંદીની રાખડી (gold and silver rakhi) ઓ બહેનો પોતાન વીરા માટે ખરીદી રહી છે.

Gujarat News
Gujarat News

By

Published : Aug 21, 2021, 5:07 PM IST

  • રક્ષાબંધન પર્વને અનુલક્ષીને રાખડી બજારમાં તેજી
  • બહેનો સોના-ચાંદીની રાખડીઓ પણ ખરીદે છે
  • અનેક વેરાયટીની રાખડીઓ બજારમાં આવી

વલસાડ: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન, આ દિવસે દરેક બહેન પોતાના વીરાને રક્ષાસૂત્ર બાંધે છે. એક સમયે માત્ર સુતરના તાંતણામાંથી બનતી રાખડીઓમાં આજે અનેક વેરાયટી સભર રાખડીઓ બજારમાં ઉપલબ્ધ બની છે. રાખડીઓમાં પણ હવે બાળકો માટે અલગ કાર્ટૂનવાળી રાખડી, દિયર-ભાભીની રાખડી, રુદ્રાક્ષ, ચંદન, સુખડ, સોના-ચાંદીની રાખડીઓ (gold and silver rakhi) ની માંગ બજારમાં વધી છે.

રક્ષાબંધન પર બહેનો સોના-ચાંદીની રાખડી ખરીદે છે

આ પણ વાંચો: સુરતના એના ગામની આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે

5 થી 10 હજારમાં સોનાની રાખડીઓ અને ગિફ્ટ ઉપલબ્ધ

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વને ધ્યાને રાખી વાપીના મુખ્ય રાખડી બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. હાલ તમામ રાખડીઓના સ્ટોલ પર બહેનો પોતાના ભાઈ અને ભાભી માટે તેમજ બાળકો માટે રાખડીઓ ખરીદવા ઉમટી પડી છે. જેમાં આ વખતે સોના ચાંદીમાં વર્તાતી તેજી બાદ પણ જ્વેલર્સને ત્યાં ઘરાકી વધી છે. વાપીના જ્વેલર્સ પિયુષ જૈને જણાવ્યું હતું કે, ગત વર્ષની તુલનાએ આ વર્ષે સોના-ચાંદીની રાખડીઓમાં ડિમાન્ડ વધી છે. બહેનો પોતાના ભાઈ માટે રાખડીઓ ખરીદી રહી છે. ભાઈઓ પોતાના બહેન માટે વિવિધ ગિફ્ટ આર્ટિકલ ખરીદી રહ્યા છે. રક્ષાબંધન પર્વને ધ્યાને રાખી 5 થી 10 હજારમાં સોનાની રાખડીઓ અને ગિફ્ટ ઉપલબ્ધ છે. ચાંદીમાં 300 થી 1000 સુધીની રાખડીઓ અને ગિફ્ટની તેમજ એક ગ્રામ ગીનીની ડિમાન્ડ છે.

રક્ષાબંધન પર બહેનો સોના-ચાંદીની રાખડી ખરીદે છે

આ પણ વાંચો: વાંસની રાખડી બનાવી આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર

આ વખતે 25 ટકા જેટલો ભાવ વધારો

સોના-ચાંદીની રાખડીઓની જેમ સુતરના તાંતણાની અને બીજી અનેક વેરાયટી ની રાખડી હાલ બજારમાં જોવા મળી રહી છે. જે અંગે રાખડીના વિક્રેતા આલોક શાહ અને સુરેશ શાહે જણાવ્યું હતું કે, વાપીમાં દર વર્ષે જોધપુરી રાખડી, કલકત્તા રાખડી ઉપરાંત અમદાવાદ, રાજકોટથી રાખડીઓ મંગાવવામાં આવે છે. જેમાં આ વખતે 25 ટકા જેટલો ભાવ વધારો હોવા છતાં પણ બહેનો ઉત્સાહભેર રાખડીઓ ખરીદી કરવા આવી રહી છે.

રક્ષાબંધન પર બહેનો સોના-ચાંદીની રાખડી ખરીદે છે

ભાવને ગણકાર્યા વિના બહેનોએ ખરીદી રાખડીઓ

રાખડી બજારમાં સુખડ, ચંદન, રુદ્રાક્ષ, બાળકો માટે કાર્ટૂનવાળી અને લાઈટ મ્યુઝિક સાથેની રાખડીઓ બજારમાં આવી છે. જે અંગે બહેનોનું કહેવું છે કે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે રાખડી બજારમાં ભાવ વધારો છે પરંતુ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવારને ધ્યાને રાખી બહેનો રાખડીના ભાવને ગણકાર્યા વિના રાખડીઓ ખરીદી કરે છે અને ભાઈ પ્રત્યેનો પ્રેમભાવ વ્યક્ત કરે છે.

રક્ષાબંધન પર બહેનો સોના-ચાંદીની રાખડી ખરીદે છે

રુદ્રાક્ષ-ચંદનની રાખડીઓ હોટ ફેવરિટ

બજારમાં આ વખતે રાખડીમાં ભાવ વધારો થયો છે. બજારમાં 10 રૂપિયાથી લઇ 600 રૂપિયા સુધીની કિંમતની રાખડી વેચાઇ રહી છે. રાખડીની વેરાઈટીની વાત કરીએ તો આ વખતે પણ રુદ્રાક્ષ અને ડાયમંડની રાખડી હોટ ફેવરિટ રહી છે. એ સિવાય ચંદન અને ચાંદીની રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ બની છે. બાળકો માટે છોટા ભીમ, ડેરેમોન, બાર્બી, મોટુ-પતલુ સહિતની લાઇટિંગવાળી રાખડીઓ પણ વેચાઈ રહી છે. જેને નાની બાળકીઓ પોતાના ભાઈ માટે ઉમળકાભેર પસંદ કરી રહી છે. ભાઈની રાખડી સાથે ભાભીને પણ રાખડી બાંધવાનો રિવાજ અન્ય રાજ્યોમાં હોય પચરંગી શહેર વાપીમાં લુમ્બા રાખડીની પણ ખાસ માંગ રહે છે. રક્ષાબંધન પર્વ દરમ્યાન વાપીમાં એક અંદાજ મુજબ અઢી કરોડ રૂપિયાની રાખડી વેચાતી હોવાનું વાપીના વેપારીએ જણાવ્યું હતું.

રક્ષાબંધન પર બહેનો સોના-ચાંદીની રાખડી ખરીદે છે

ABOUT THE AUTHOR

...view details