- મહાશિવરાત્રી નિમિત્તે સમુદ્ર તટ પર પૂજા
- શ્રી શિવસિંધુ મહોત્સવ અંતર્ગત કરાઈ પૂજા
- 50 દંપતિઓએ પૂજા કરી શિવલિંગનું સમુદ્રમાં વિસર્જન કર્યું
દમણ: ગુરુવારે મહાશિવરાત્રી પર્વને અનુલક્ષીને મોટી દમણ સમુદ્ર તટ પર શ્રી શિવ સિંધુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં દમણના 50 દંપતિઓએ મહાદેવની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરી હતી.
7 વર્ષથી આયોજન કરવામાં આવે છે
દમણમાં ગત 7 વર્ષથી મહાશિવરાત્રી પર્વના દિવસે સંજય મહારાજ દ્વારા આ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં 2 વર્ષથી સ્થાનિક પ્રશાસનનો પણ સંપૂર્ણ સહયોગ મળે છે.
દમણના દરિયા કિનારે શિવભક્તોએ વિશેષ પૂજા કરી શિવલિંગનું સમુદ્રમાં કર્યું વિસર્જન રાષ્ટ્રના કલ્યાણ માટે શિવપૂજા કરી
મહાદેવની પૂજા માટે 50 દંપતિઓએ ભાગ લીધો હતો. જે તમામ માટે બેઠક વ્યવસ્થા સાથે પૂજાની સામગ્રી ઉપલબ્ધ કરાવી મંત્રોચ્ચારથી શિવલિંગની પૂજા કરાવી હતી. જે બાદ સમુદ્રમાં શિવલિંગનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહાદેવની કૃપાદ્રષ્ટિના આશીર્વાદ મેળવ્યા
દમણમાં હંમેશા મહાદેવની કૃપાદ્રષ્ટિ રહે, સમાજનો દરેક વર્ગ પ્રસન્ન રહે રાષ્ટ્રનું કલ્યાણ થાય તેવા ઉદ્દેશ્યથી આ શ્રી શિવ સિંધુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજા માટે ઉપસ્થિત દંપતીઓ સિવાય દમણના નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચોઃ પોરબંદરના ભોજેશ્વર મહાદેવને શિવરાત્રીના દિવસે રાજાશાહી વખતના ઘરેણાંનો શણગાર