ગુજરાત

gujarat

ETV Bharat / city

સેલવાસ પાલિકાએ 7500 કિલો પ્લાસ્ટિક કર્યું જપ્ત, 58 હજારનો વસુલાયો દંડ - Property ID

દમણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'સ્વચ્છ ભારત અભિયાન' શરુ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે, સેલવાસ નગરપાલિકાની ટીમ દ્વારા રાજેશ્વર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક પ્લાસ્ટિક ઉત્પાદન કરતી કંપનીમાં છાપો મારી 7120 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. નગરપાલિકાએ અત્યાર સુધીમાં કુલ 7500 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 58100 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ETV BHARAT

By

Published : Oct 2, 2019, 8:30 AM IST

1 ઓક્ટોબર, 2019ના રોજ, 'સ્વચ્છતા હી સેવા' અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત, સેલવાસ પાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પેટા કાયદા, 2019 અંતર્ગત પાલિકા વિસ્તારમાં "સિંગલ યુઝ પ્લાસ્ટિક" નો ઉપયોગ અને વેચાણ કરનારા તમામ વિક્રેતાઓ અને દુકાનદારો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા 66 KVA રોડ પર રાજેશ્વર ઔદ્યોગિક વસાહતમાં એક પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપની પર છાપો મારવામાં આવ્યો હતો. જેમાં કંપનીમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓનો સ્ટોક કરેલો જથ્થો મળી આવ્યો હતો. જે અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અધિનિયમ 2018નું ઉલ્લંઘન હોવાનું જણાતા સેલવાસ પાલિકાએ 7120 કિલોગ્રામ પ્લાસ્ટિક કબજે કર્યું છે. અને તેની અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.

7500 કિલો પ્લાસ્ટિક જપ્ત

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અધિનિયમ 2018 નિયમ હેઠળ નિયમોના ભંગ બદલ પ્રથમ વખત 100 રુપિયા અને ત્યારબાદ 1000 રુપિયોનો દંડ છે. સિલવાસા નગરપાલિકાએ આ ​​અઠવાડિયે કુલ 7500 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરી કુલ 58,100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સેલવાસ પાલિકાએ 7500 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 58100નો દંડ વસુલ્યો

'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સેલવાસામાં રહેતા તમામ લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો છે. અને તે સાથે જ પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે. સેલવાસ નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને સેલવાસને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ફાળો આપવા અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details